રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ, 22 ઓગસ્ટ, 2025ઃ Kokilaben Ambani admitted to hospital રિલાયન્સ પરિવારના મોભી અને મુકેશ અંબાણી તથા અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી છે. ગઈકાલે ગુરુવારે રાત્રે જ તેમની તબિયત કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મળતા અહેવાલો અનુસાર દેશ અને દુનિયાના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા અનિલ અંબાણીના માતા અને રિલાયન્સ ઉદ્યોગ જૂથના સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીની તબિયત ગુરુવારે રાત્રે કથળી હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ તેમને એરલિફ્ટ કરીને મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જોકે કોકિલાબેનની તબિયત અંગે હજુ સુધી રિલાયન્સ પરિવાર કે હોસ્પિટલ તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
VIDEO: નમસ્તે સદા વત્સલે માતૃભૂમે: કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાને વિધાનસભામાં RSSની પ્રાર્થના ગાઈ અને મચી રાજકીય ધમાલ
24 ફેબ્રુઆરી, 1934ના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલી કોકિલાબેન અંબાણીને અંબાણી પરિવારના મોભી છે. તેઓ માત્ર રિલાયન્સ ઉદ્યોગ જૂથના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીની પત્ની તરીકે જ નહીં પરંતુ ઝડપથી બદલાતા આ યુગમાં પરિવારને માર્ગદર્શન અને સમર્થન આપવામાં તેમની ભૂમિકા માટે પણ સન્માનિત છે. પરિવારને સંગઠિત રાખવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે.
વર્ષ 2002માં ધીરૂભાઈ અંબાણીના અવસાન બાદ તેમના બંને પુત્રો- મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માર્ગો અલગ થઈ ગયા. ધીરૂભાઈ અંબાણીએ વસિયત વિના આ દુનિયા છોડી દીધી હતી જેના કારણે બંને ભાઈઓના બિઝનેસ સંબંધોમાં તિરાડ પડી. આ મુશ્કેલ સમયમાં પણ કોકિલાબેને પરિસ્થિતિને સંભાળી અને સમાધાન કરીને બિઝનેસ સામ્રાજ્યનું બંને ભાઈઓેને અનુકૂળ આવે તે રીતે વિભાજન કર્યું.
નોકરાણીની ગંદી હરકત કેમેરામાં કેદ થઈ, રસોડામાં કામ કરતી વખતે ગ્લાસમાં પેશાબ કરી છંટકાવ કરતી
બિઝનેસના આ વિભાજનમાં મુકેશ અંબાણીને પેટ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ, રિફાઇનિંગ અને ટેક્સટાઇલ્સનો વ્યવસાય મળ્યો. જ્યારે અનિલ અંબાણીને ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર, એન્ટરટેઇનમેન્ટ અને ટેલિકોમનો વ્યવસાય સંભાળવા માટે સોંપવામાં આવ્યો. એક તરફ વર્ષ 2020માં અનિલ અંબાણીએ જાહેરાત કરી કે તેમની નેટવર્થ શૂન્ય થઈ ગઈ છે. તેથી વિરુદ્ધ બીજી તરફ મુકેશ અંબાણીએ તેમની સૂઝબૂઝથી વ્યવસાયને આગળ વધાર્યો અને હવે તેઓ વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં સ્થાન ધરાવે છે. જોકે, હવે નવા-નવા કોન્ટ્રેક્ટ્સ અને પ્રોજેક્ટ્સ મળવાના કારણે અનિલ અંબાણીની કંપનીઓના શેરોમાં પણ ઉછાળો આવી રહ્યો છે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે.
કોકિલાબેનની તબિયત અંગે સત્તાવાર અપડેટની રાહ જોવામાં આવી રહી છે.












