વરૂણ ધવનને મળી અંડરવર્લ્ડથી ધમકી, રાતોરાત પરિવારે છોડવું પડ્યું ઘર અને…

Varun Dhawan Reveals Underworld Threats: 1990ના દાયકામાં બોલિવૂડ પર અંડરવર્લ્ડનો સકંજો ખૂબ જ મજબૂત હતો. શાહરૂખ ખાન, રાકેશ રોશન અને કરણ જોહર જેવા દિગ્ગજો બાદ હવે અભિનેતા વરુણ ધવને ખુલાસો કર્યો છે કે તેના પરિવારને પણ અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળી હતી, જેના કારણે તેમને પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જવું પડ્યું હતું.
જ્યારે સ્ટાફે અંડરવર્લ્ડ સાથે બાથ ભીડી
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં વરુણે જણાવ્યું કે, તે સમયે ઘણા સેલિબ્રિટીઝને અંડરવર્લ્ડના કોલ્સ આવતા હતા. વરુણે કહ્યું, “અમને પણ સતત કોલ્સ આવી રહ્યા હતા, પણ અમને તેની ગંભીરતાની ખબર નહોતી. અમારો સ્ટાફ તે લોકો સાથે ફોન પર દલીલો કરતો હતો. સ્ટાફે તો સામે ચાલીને અમારું સરનામું આપી દીધું અને ધમકી આપનારને કહ્યું કે- ગાર્ડનમાં આવ, હું તને જોઈ લઈશ.”
અભિનેતાની ચેતવણી અને ઘર છોડવાનો નિર્ણય
વરુણે વધુમાં ખુલાસો કર્યો કે જ્યારે સ્થિતિ ગંભીર બની, ત્યારે એક જાણીતા અભિનેતાએ તેના પિતા અને નિર્દેશક ડેવિડ ધવનને ફોન કરીને ચેતવણી આપી હતી. તે અભિનેતાએ કહ્યું કે, “વાત હવે હાથમાંથી નીકળી ગઈ છે, તે લોકો બંદૂક લઈને આવવાની ધમકી આપી રહ્યા છે.” આ સાંભળીને પરિવાર ડરી ગયો હતો અને તે રાત્રે જ તેમણે સુરક્ષાના કારણોસર ઘર છોડીને અન્ય જગ્યાએ આશરો લેવો પડ્યો હતો.
વરુણ ધવનની આગામી ફિલ્મો
વર્કફ્રન્ટની વાત કરીએ તો, વરુણ ધવન તાજેતરમાં બ્લોકબસ્ટર ફિલ્મ ‘બોર્ડર 2’ માં જોવા મળ્યો હતો, જેણે વિશ્વભરમાં 450 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે તે ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ માં પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે.
આ પણ વાંચોઃ “બાટલા દારુના બંધ કરવાના હતા, ગેસના નહીં”, ગાંધીનગરમાં AAPનો અનોખો વિરોધ
આ પણ વાંચોઃ “પરિણીત વ્યક્તિઓ છૂટાછેડા વિના લિવ-ઇનમાં રહી શકે નહી”, અલ્હાબાદ હાઇકોર્ટ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












