ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“બાટલા દારુના બંધ કરવાના હતા, ગેસના નહીં”, ગાંધીનગરમાં AAPનો અનોખો વિરોધ

AAP Protest: ઈરાન-ઇઝરાયલ વચ્ચેના તીવ્ર સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલા અવરોધને કારણે દેશભરમાં હાલ LPG સિલિન્ડરની તીવ્ર અછત સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં આ અસર હવે વધુ ગંભીર બની રહી છે. મોરબીના સેરામિક યુનિટ્સમાં સેંકડો કારખાનાઓ બંધ થઈ ગયા છે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને અનેક હોટલ-રેસ્ટોરન્ટમાં કામકાજ અટકી પડ્યું છે અને લોકો ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારોમાં પરેશાન છે.

આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગાંધીનગરમાં એક અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ રસ્તાના થાંભલાઓ અને જાહેર જગ્યાઓ પર પોસ્ટરો ચોંટાડ્યા છે અને રોડ પર લખાણો લખ્યા છે. આ પોસ્ટરોમાં સ્મૃતિ ઈરાનીના ફોટા સાથે વ્યંગાત્મક સંદેશ લખેલો છે કે, “ભુંડભક્તોના સ્વામી… બાટલા દારુના બંધ કરવાના હતા, ગેસના નહીં!”

AAP કાર્યકરો કહી રહ્યાં છે કે, જ્યારે UPA સરકાર હતી અને સિલિન્ડરના ભાવ 375-400 રૂપિયા આસપાસ હતા ત્યારે સ્મૃતિ ઈરાનીએ સિલિન્ડર ખભે લઈને ડ્રામા કર્યો હતો અને આજે જ્યારે સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે અને અછતને કારણે લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે સ્મૃતિ ઈરાની ક્યાં ગાયબ છે? બીજી તરફ, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગિંગ અને અંડરગ્રાઉન્ડ વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કરોડો રૂપિયાનો દારૂ જપ્ત થયો છે, તેમ છતાં માફિયા અને બુટલેગર્સ સક્રિય છે.

આ પોસ્ટર વિરોધ માત્ર એક પ્રદર્શન નથી, પણ સત્તાધારીઓને યાદ અપાવવાનો એક સંદેશ છે કે, “સત્તામાં આવતાં પહેલાં વિરોધના નાટક કરનારા આજે કેમ ચૂપ છે?” જોકે, ગુજરાત સરકારે 20% વધુ સપ્લાય અને ઘરેલુ ગેસને પ્રાથમિકતા આપવાની વાત કરી છે, પણ વાસ્તવિકતા અને અફવાઓ વચ્ચે લોકો હજુ પણ મુંજવણમાં છે.

આ પોસ્ટરો કેટલા સમય સુધી ટકી રહેશે?

ભાજપના કાર્યકરો તરત જ આવીને તેને ઉતારી નાખે તો કોઈ નવાઈ નહીં, કારણ કે આવા વ્યંગાત્મક વિરોધને સહન કરવાની તેમની આદત નથી. પોસ્ટરો ભલે કાઢી નાખવામાં આવે, પણ સંદેશ તો ફોન, વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જ જશે.

આ પણ વાંચો: ડીસામાં સર્વોદય બેંક પાસે સિક્યુરિટી ગાર્ડની બંદૂકમાંથી અચાનક ગોળી છૂટતાં મહિલા ગંભીર રીતે ઘાયલ

Back to top button