ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Indian Railway: વંદે ભારત ટ્રેનમાં એક્સપાયર્ડ ફૂડ પીરસવામાં આવી રહ્યું છે, યાત્રીઓના આરોગ્ય સાથે ચેડા, વીડિયો વાયરલ

ગોરખપુર, 23 ફેબ્રુઆરી 2026: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રીઓને 2-3 વર્ષ જૂના એક્સપાયર્ડ સોસના પેકેટ પીરસવામાં આવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગોરખપુરથી પટલીપુત્રા જતી ટ્રેનમાં યાત્રીઓને પીરસવામાં આવેલા ખોરાકના ટ્રેમાં એક્સપાયર્ડ વસ્તુઓ દેખાય છે, જેમાં પાણીની બોટલ્સ, સોસ પેકેટ્સ અને અન્ય પેકેજ્ડ આઈટમ્સનો સમાવેશ છે.

વીડિયોમાં યાત્રીઓને પીરસવામાં આવેલા ખોરાકના પેકેટ્સ પર એક્સપાયરી ડેટ 2-3 વર્ષ પહેલાની છે તેવું સ્પષ્ટ દેખાય છે. એક યાત્રી વીડિયોમાં કહી રહ્યો છે કે, “આવા એક્સપાયર્ડ ડેટના ખોરાક આપવાથી યાત્રીઓના આરોગ્યને જોખમ થાય છે. જો કોઈને કંઈક થશે તો જવાબદાર કોણ?” આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલ્વે વિભાગ પર ટીકાનો વરસાદ વરસ્યો છે.

આ ઘટના અગાઉ પણ વંદે ભારત ટ્રેનમાં થઈ ચૂકી છે. ઓગસ્ટ 2025માં પણ આવી જ ફરિયાદ નોંધાઈ હતી અને રેલ્વે અધિકારીઓએ કહ્યું કે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. અગાઉ પણ સધર્ન રેલ્વેમાં એક્સપાયર્ડ જ્યુસ અને કરીમાં કીડા મળવાના કિસ્સા સામે આવ્યા હતા. વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં પણ પ્લાસ્ટિક પેકેટમાં ખોરાક ગરમ કરીને પીરસવાના કિસ્સા સામે આવ્યા છે, જે આરોગ્ય માટે જોખમી છે.

મોદી સરકાર વંદે ભારત ટ્રેનને વિશ્વ કક્ષાની સુવિધા તરીકે પ્રમોટ કરે છે અને મોટી મોટી બડાઈઓ મારે છે કે આ ટ્રેનો ભારતના આધુનિકીકરણનું પ્રતીક છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ટ્રેનમાં સુરક્ષિત અને તાજા ખોરાક જેવી બેઝિક સુવિધાઓ પણ નથી મળતી. વારંવારની ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર્સ પર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર દંડ વસૂલીને વાત પતાવી દેવામાં આવે છે. અને પછી બધું શાંત. થોડા દિવસ પછી ફરી એ જ બેદરકારી.

આવી લાપરવાહીઓથી યાત્રીઓના જીવન સાથે રમત થઈ રહી છે અને સરકારના મોટા મોટા દાવા માત્ર પ્રચાર જ લાગે છે. જ્યારે અમેરિકા કે યુરોપની ટ્રેનોમાં આવી ભૂલો અસ્વીકાર્ય છે, પણ ભારતમાં આને સામાન્ય માનવામાં આવે છે. સરકારે આવા કિસ્સાઓ પર તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવો જોઈએ, અન્યથા વંદે ભારત જેવા પ્રોજેક્ટ્સની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ થશે.

આ પણ વાંચો: સરહદ પારથી સાયબર યુદ્ધ: આતંકવાદના બદલાતા સ્વરૂપ પર સરકારનો પ્રહાર

Back to top button