ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાં કોર્પોરેશન પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલશે

  • કોર્પોરેશન પણ વાહન ચાલકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવાની કાર્યવાહી કરશે
  • પાર્કિંગ પોલીસી અંતર્ગત વાહનોના ટોઇંગ માટે વાહનો ખરીદ કરશે
  • 200 જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા પણ કવાયત હાથ ધરી

વડોદરા કોર્પોરેશન ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે પાર્કિંગ પોલીસી અંતર્ગત વાહનોના ટોઇંગ માટે વાહનો ખરીદ કરશે અને કોર્પોરેશન પણ વાહન ચાલકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવાની કાર્યવાહી કરશે તેમજ નવા બનતા રસ્તામાં પાંચ વર્ષની ગેરંટીના સ્થાને 10 વર્ષની ગેરંટી લેવામાં આવશે.

200 જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા પણ કવાયત હાથ ધરી

કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરના ભવિષ્યના આયોજન અને હાલની ચાલી રહેલી કામગીરી બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં અધિકારીઓ સાથે રોડ રસ્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઝડપથી પડી જતા ખાડા બાબતે ચર્ચા કરી ભવિષ્યમાં 10 વર્ષ સુધી ટકે તે પ્રકારના રોડ બનાવવાના આયોજન હાથ પર લેવામાં આવ્યા છે. શહેરમાં સમાવિષ્ટ થયેલા નવા ઓ.જી. વિસ્તારમાં 55 જેટલા નવા રોડ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગ બાબતે જરૂરી આયોજન કરી 200 જેટલા નવા પાર્કિંગ પ્લોટ શોધવા પણ કવાયત હાથ ધરી છે.

નવા ટોઇંગ વ્હીકલ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું

આ સાથે ગમે ત્યાં પાર્ક થતા વાહનો ટોઇન્ગ કરવા નવા ટોઇંગ વ્હીકલ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે વડોદરા શહેરમાં મોટા અને નાના નવા ગાર્ડન બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં ગાર્ડન સાથે સાયકલ ટ્રેક બનશે. હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે મીટીંગ કરી કામગીરી કરવામાં આવશે. વોટર શુદ્ધિકરણ બાબતે પણ પાલિકા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહ્યું છે. ટ્રીટેડ જળને બીજી રીતે ઉપયોગમાં લેવા અને આ જળ કંપનીઓને આપી રેવન્યૂ જનરેટ કરાશે. આવનારા દિવસોમાં ગેરકાયદે, હોર્ડિંગ ઉતારવાની કામગીરી કરવામાં આવશે. રખડતા ઢોર અને અકસ્માત મુદ્દે આવનારા દિવસોમાં ઢોર પકડવા માટે 10 નવી ગાડીઓ પણ ખરીદવાનું આયોજન છે અને કડક રીતે આ કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button