ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

30 વર્ષના પ્રેમી સાથે સાસુ ભાગી ગઈ, ચાર વહુઓના દાગીના પણ લેતા ગયા, પરિવારની થઈ ફજેતી

બુંદેલખંડ: ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના લલિતપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં ચાર પરણેલા દીકરાની માતા પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે. એટલું જ નહીં મહિલા પોતાની વહુઓના ઘરેણાં સમેટીને લઈ ગઈ છે. પીડિત પરિવારનો આરોપ છે કે, અમે આ સંબંધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસ કોઈ એક્શન લેતી નથી. ત્યાર બાદ તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી ન્યાયની માગ કરી છે.

લલિતપુરના જખૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી પ્રેમ પ્રસંગનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ મહિલા પોતાના 30 વર્ષના બોયફ્રેન્ડ સાથે વહુઓના ઘરેણાં લઈને ભાગી ગઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે, મહિલાના ચાર પરણેલા દીકરા પણ છે. વૃદ્ધ મહિલાના પતિને જણાવ્યું કે, તેની પત્ની એક 30 વર્ષના યુવકના પ્રેમમાં હતી. તે લગભગ 20 દિવસ પહેલા તેની સાથે ભાગી ગઈ છે. આ મામલામાં ચોંકાવનારી વાત એ છે કે આ મહિલા પોતાની ચારેય વહુઓના દાગીના લઈને ભાગી છે.

‘પોલીસે કાર્યવાહી કરી નહીં’

પીડિતના પતિએ કહ્યું કે તેણે આ અંગે જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ પછી, તેમણે સીએમ યોગીને પત્ર લખીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ઉપરાંત, પીડિતાના પરિવારે પોલીસ અધિક્ષકને પત્ર લખીને ન્યાયની અપીલ કરી છે. આ બાબત અંગે, પ્રેમીની પત્નીનું કહેવું છે કે તેના પતિના કૃત્યોને કારણે તેનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશની કરન્સી નોટ પર હવે હિન્દુ અને બૌદ્ધ મંદિરો દેખાશે, શેખ મુઝીબુર રહેમાનની તસવીર ગાયબ

Back to top button