ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશની કરન્સી નોટ પર હવે હિન્દુ અને બૌદ્ધ મંદિરો દેખાશે, શેખ મુઝીબુર રહેમાનની તસવીર ગાયબ

Bangladesh New Currency Note: બાંગ્લાદેશે રવિવારે એક નવી નોટ જાહેર કરી છે. આ નવી કરન્સી નોટ પર હવે પૂર્વ પ્રધાનમંત્રી અને સંસ્થાપક પિતા શેખ મુઝીબુર રહમાનનો ફોટો નહીં હોય. તેની જગ્યાએ હિન્દુ અને બૌદ્ધ મંદિરોની તસવીરોને પ્રાથમિકતા આપી છે. શેખ મુઝીબુર રહમાન શેખ હસીનાના પિતા પણ છે.

શેખ હસીનાની હકાલપટ્ટી અને દેશમાં રાજકીય સંકટ પછી, બાંગ્લાદેશ બેંકે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તેઓ નવી નોટો જારી કરવા માટે કામ કરશે. સમાચાર એજન્સી AFP સાથે વાત કરતા, બાંગ્લાદેશ બેંકના પ્રવક્તા આરિફ હુસૈન ખાને જણાવ્યું હતું કે નવી ચલણ બાંગ્લાદેશના કુદરતી લેન્ડસ્કેપ્સ અને ઐતિહાસિક સ્થળોને દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વિવિધ મૂલ્યોની નોટો જારી કરવામાં આવશે

તેમણે કહ્યું, “નવી સિરીઝ અને ડિઝાઇન હેઠળ, નોટો પર કોઈ માનવ ફોટા નહીં હોય, પરંતુ કુદરતી દૃશ્યો અને પરંપરાગત સ્થળો પ્રદર્શિત કરવામાં આવશે.” AFPના અહેવાલ મુજબ, બેંક નોટોમાં હિન્દુ, બૌદ્ધ મંદિરો, સ્વર્ગસ્થ ઝૈનુલ આબેદિનની કલાકૃતિ અને રાષ્ટ્રીય શહીદ સ્મારકના ચિત્રો શામેલ હશે, જે 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે.

બાંગ્લાદેશ બેંકે ત્રણ અલગ અલગ મૂલ્યોની નોટો જારી કરી છે. ખાને કહ્યું, “નવી નોટો સેન્ટ્રલ બેંકના મુખ્યાલય અને પછી દેશભરની તેની અન્ય કચેરીઓમાંથી જારી કરવામાં આવશે. નવી ડિઝાઇનવાળી વિવિધ મૂલ્યોની નોટો તબક્કાવાર જારી કરવામાં આવશે.”

બાંગ્લાદેશનું ચલણ ક્યારે બદલાયું?

આ પહેલીવાર નથી જ્યારે બાંગ્લાદેશે તેનું ચલણ બદલ્યું હોય. 1972માં પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવ્યા પછી દેશે તેનું ચલણ બદલ્યું. આ નોટો પર નવા રચાયેલા દેશનો નકશો છાપવામાં આવ્યો હતો. આ નોટો પછી, નવા મૂલ્યની નોટો પર આવામી લીગના નેતા શેખ મુજીબુર રહેમાનનો ફોટો છાપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Norway Chess: ભારતના ડી ગુકેશની શાનદાર જીત, પાંચ વારના ચેમ્પિયન કાર્લસનને હરાવ્યો

Back to top button