વિશ્વને ચોંકાવાની તૈયારી? અમેરિકા બનાવવા જઈ રહ્યું છે નવું ગ્રુપ, દુશ્મનો સાથે બેસશે ટ્રમ્પ!

નવી દિલ્હીઃ 12 ડિસેમ્બર, 2025: અમેરિકાના રાજકારણમાં આ દિવસોમાં એક નવો અને ચોંકાવનારો વિચાર ચર્ચામાં છે. આ વિચાર ‘કોર 5’ અથવા ‘C5’ ફોરમ બનાવવાનો છે, જેમાં અમેરિકા, ચીન, રશિયા, ભારત અને જાપાનને એકસાથે બેસાડવાની યોજના છે. આ કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ અમેરિકાની અપ્રકાશિત ‘નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી’ના ડ્રાફ્ટમાં લખેલો એક આઈડિયા છે, જેને ‘ડિફેન્સ વન’ અને ‘પોલિટિકો’ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે અમેરિકા હવે G7માંથી બહાર નીકળીને દુનિયાની પાંચ સૌથી મોટી અને અસરકારક તાકાતો સાથે એક નવું મંચ બનાવવા માંગે છે.
કયા આધારે દેશોનું ગ્રુપ બનશે?
આ પ્રસ્તાવિત ફોરમમાં એવા દેશો સામેલ છે જેમની વસ્તી 10 કરોડથી વધુ છે અને જેઓ ભૂ-રાજનીતિ, સૈન્ય તાકાત અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નિર્ણાયક ભૂમિકા ધરાવે છે.
પ્રથમ બેઠકનો એજન્ડા
ડ્રાફ્ટ મુજબ C5ની પ્રથમ બેઠકમાં મિડલ ઈસ્ટની સુરક્ષા પર, ખાસ કરીને ઇઝરાયેલ અને સાઉદી અરેબિયાના સંબંધોને સામાન્ય બનાવવા પર વાત થશે.
અમેરિકા ‘C5’ કેમ બનાવવા માંગે છે?
નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રસ્તાવ પરથી એક વાત સ્પષ્ટ છે કે અમેરિકા હવે તેની પ્રાથમિકતાઓ બદલી રહ્યું છે. દાયકાઓ સુધી તે સુરક્ષા મુદ્દાઓ પર યુરોપ પર નિર્ભર રહ્યું, પરંતુ હવે તેની નજર ઊભરતી શક્તિઓ પર છે, જે એકલા પણ વૈશ્વિક નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, અમેરિકા યુરોપમાં ‘પોતાના પ્રભાવનું નવું ગણિત’ તૈયાર કરી રહ્યું છે અને ભવિષ્યમાં એશિયાની મોટી શક્તિઓ સાથે વધુ ‘સીધો અને વ્યવહારિક’ સંબંધ ઈચ્છે છે.
C5: ‘તાકાત આધારિત ડિપ્લોમેસી’
નિષ્ણાતો C5 ને ‘લેણ-દેણ આધારિત ડિપ્લોમેસી’ તરફ વધતા પગલાં તરીકે જોઈ રહ્યા છે.
- G7 vs C5:જ્યાં G7 એક મૂલ્ય-આધારિત જોડાણ (Value-Based Alliance) હતું, ત્યાં C5 તાકાત-આધારિત ડિપ્લોમેસી હશે. અહીં વિચારધારા નહીં, પરંતુ તાકાત અને જરૂરિયાત નક્કી કરશે કે કોણ કોની સાથે બેસશે.
- પ્રતિક્રિયા:પોલિટિકોના રિપોર્ટમાં ઘણા રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતોએ કહ્યું કે આ વિચાર ભલે ‘અજીબ’ લાગે, પરંતુ અમેરિકાની વર્તમાન વ્યૂહાત્મક વિચારસરણીને જોતાં તે ‘ચોંકાવનારો નથી’.
C5 નો સાચો લક્ષ્ય
રિપોર્ટ્સ અનુસાર, આ મંચ દ્વારા અમેરિકા ઘણા મુદ્દાઓ પર મોટા દેશો સાથે સીધો સંવાદ ઈચ્છે છે. મુખ્ય મુદ્દાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- મિડલ ઈસ્ટની સુરક્ષા.
- ટેકનોલોજીની સ્પર્ધા.
- રશિયા-ચીન-અમેરિકા શક્તિ સંતુલન.
- ગ્લોબલ ગવર્નન્સ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ.
એટલે કે C5 નો ઉદ્દેશ્ય એક પ્રકારનું નવું વૈશ્વિક શક્તિ મંચ બનાવવાનો છે, જ્યાં દુનિયાની પાંચ મોટી શક્તિઓ સીધી વાતચીત કરી શકે.
આ પણ વાંચોઃ ચાંદી પહેલીવાર 2 લાખ પાર… સોનાએ પણ રચ્યો ઈતિહાસ, જાણો રોકાણકારોએ શું કરવું
આ પણ વાંચોઃ પથ્થર પણ બન્યા કમાણીનો સાધન! છોકરાની 5,000 રૂ.ની જિનીયસ આઈડિયા વાયરલ












