ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ચાંદી પહેલીવાર 2 લાખ પાર… સોનાએ પણ રચ્યો ઈતિહાસ, જાણો રોકાણકારોએ શું કરવું

નવી દિલ્હી: 12 ડિસેમ્બર, 2025: Silver Price Hike: માંગમાં વધારો થતાં અને ફેડરલ રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરોમાં ઘટાડા પછી, ચાંદી પ્રથમ વખત રૂ. 2 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગઈ છે. મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ચાંદી હાલમાં લગભગ રૂ. 1600 વધીને રૂ. 2,00,510 પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે. આ ઉપરાંત, આજે સોનાએ પણ રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યો છે.

સોના-ચાંદીમાં તેજી

આજે ચાંદી કરતાં સોનાની કિંમતમાં વધુ તેજી આવી છે. MCX પર સોનું આજે લગભગ રૂ. 2500 વધીને  રૂ. 1,34,966 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જે તેની રેકોર્ડ હાઈ સપાટી છે. સોના-ચાંદીના ભાવમાં આ મોટો ઉછાળો સાંજના સમયે આવ્યો છે, જ્યારે ભારતીય સ્ટોક માર્કેટ બંધ થઈ ચૂક્યું હતું.

શેરબજારની સ્થિતિ

ભારતીય શેરબજાર પણ આજે મજબૂત ઉછાળ સાથે બંધ થયું હતું. નિફ્ટી 140 અંક વધીને 26,000ની ઉપર અને સેન્સેક્સ 450 અંક ઉછળીને 85,267 પર ક્લોઝ થયા.

કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ?

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ઉપાધ્યક્ષ અક્ષા કંબોજે જણાવ્યું હતું કે, પ્રોડક્શનના ઉત્સાહજનક વલણો અને ડૉલરના નબળા પડવાને કારણે ચાંદીની કિંમતોમાં વધુ તેજી આવી શકે છે. ઉદ્યોગો અને ક્લીન એનર્જીની વધતી માંગની અપેક્ષા સાથે આ ગતિ સકારાત્મક બની રહી છે.

100% નો ઉછાળો:

2025માં ચાંદીની કિંમતોમાં પહેલેથી જ 100% નો ઉછાળો આવી ચૂક્યો છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ મુજબ, સૌર ઊર્જા, ઇલેક્ટ્રિક વાહન (EV) અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોના સતત વિસ્તરણથી ચાંદીની માંગમાં ઝડપ આવી છે. ભૂ-રાજકીય તણાવ, અમેરિકન ટેરિફના આર્થિક પરિણામો અંગેની ચિંતાઓ, કેન્દ્રીય બેંકો દ્વારા સોના-ચાંદીની મોટી ખરીદી અને ETF માં નોંધપાત્ર રોકાણને કારણે પણ આ કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળો આવ્યો છે.

રોકાણકારોએ શું કરવું?

નિષ્ણાતોના મતે, લાંબા ગાળે સોના અને ચાંદી બંનેએ હંમેશા સકારાત્મક વલણ દર્શાવ્યું છે. જોકે, હાલમાં કિંમતો રેકોર્ડ હાઈ પર હોવાથી ઘટાડાનું જોખમ છે, જેના કારણે ભૌતિક માંગમાં નરમાઈ, સંભવિત ETF માંથી ઉપાડ અને નફાખોરીની શક્યતા વધુ છે.

આ પણ વાંચોઃ પથ્થર પણ બન્યા કમાણીનો સાધન! છોકરાની 5,000 રૂ.ની જિનીયસ આઈડિયા વાયરલ

આ પણ વાંચોઃ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટમાં સરકારની મોટી જાહેરાત, યુવા ઉદ્યોગસાહસિકોને સીધો ફાયદો

Back to top button