VIDEO: એટલું સમજી લો, સંસદ જ સર્વોપરી છે, તેની ઉપર કોઈ નથીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

નવી દિલ્હી, 22 એપ્રિલ, 2025, Jagdeep Dhankhar on Supreme Court ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી એકવાર ભારતના બંધારણમાં નિર્ધારિત શાસન વ્યવસ્થાના ઢાંચામાં ન્યાયતંત્રની ભૂમિકા અને તેની મર્યાદાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સંસદ સર્વોચ્ચ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ (સાંસદો) ને અંતિમ અધિકાર છે કે બંધારણ કેવું હશે તે નક્કી કરવાનો, તેમનાથી ઉપર કોઈ ન હોઈ શકે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે મંગળવારે દિલ્હી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે સંસદ જ દેશની સૌથી મોટી સંસ્થા છે અને ચૂંટાયેલા સાંસદો જ નક્કી કરશે કે બંધારણ કેવું હશે. તેમણે કહ્યું કે કોઈ પણ સંસ્થા સંસદથી ઉપર ન હોઈ શકે. તેમણે સુપ્રીમ કોર્ટના બે નિર્ણયો પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “એક વખત કોર્ટે કહ્યું કે બંધારણની પ્રસ્તાવના તેનો ભાગ નથી (ગોલકનાથ કેસના સંદર્ભમાં), પછી બીજી વખત કહ્યું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે (કેશવાનંદ ભારતી કેસના સંદર્ભમાં).”
#WATCH | Delhi: Vice President Jagdeep Dhankhar says “The Constitution is encapsulated, its essence, its worth, its nectar, in the Preamble of the Constitution. And what does it say? “We, the People of India.” The supreme power is with them. No one is above the people of India.… pic.twitter.com/VI8E4xhrnl
— ANI (@ANI) April 22, 2025
કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે એમ પણ કહ્યું કે લોકશાહીમાં વાતચીત અને ખુલ્લી ચર્ચા ખૂબ જ જરૂરી છે. જો વિચારશીલ લોકો મૌન રહેશે તો તેનાથી નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું, “બંધારણીયપદ પર બેઠેલા લોકોએ હંમેશા બંધારણ અનુસાર બોલવું જોઈએ. આપણે આપણી સંસ્કૃતિ અને ભારતીયતા પર ગર્વ કરવો જોઈએ. દેશમાં અશાંતિ, હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. જો જરૂર પડે તો સખત પગલાં પણ લેવા જોઈએ.”
યાદ રહે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અગાઉ પણ કહ્યું હતું કે લોકશાહીમાં સંસદ સૌથી ઉપર છે અને બંધારણ કેવું હશે તે ચૂંટાયેલા નેતાઓ નક્કી કરશે. તેમના મતે સાંસદોથી ઉપર કોઈ બીજી સંસ્થા ન હોઈ શકે. તેમના આ નિવેદનને પગલે દેશમાં હવે ન્યાયતંત્રની કામગીરીની મર્યાદા અંગે ચર્ચા છેડાઈ છે. વાસ્તવમાં દેશની સર્વોચ્ચ અદાલતે તમિલનાડુના એક કેસમાં રાજ્યપાલ દ્વારા વિધાનસભાના ખરડાને મંજૂરી આપવાના સમયગાળા અંગેના કેસની સુનાવણી દરમિયાન દેશના સર્વોચ્ચ બંધારણી વડા અને સૈન્યની ત્રણે પાંખના સુપ્રીમ કમાન્ડર એવા રાષ્ટ્રપતિને પણ કાયદા પર સમયસર નિર્ણય લેવાની સલાહ આપી હતી, જેને પગલે હાલ આ ચર્ચા છેડાઈ છે. આ સંદર્ભમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે જેને કારણે તેમના વિરુદ્ધ સંસદની અવમાનનાનો કેસ કરવા કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ શરબત જિહાદ શબ્દથી હાઈકોર્ટનો આત્મા હચમચી ગયો, સ્વામી રામદેવને આપ્યો આ આદેશ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












