દેવભૂમિ દ્વારકામાં હોડી ડૂબી જતાં બે ભાઈઓના મૃત્યુ

દેવભૂમિ દ્વારકા, 1 જુલાઈ, દ્વારકા જિલ્લામાં નાના આંબલા ગામના 24 વર્ષીય સીમરાજ ઘાવડા સલાયા બંદર નજીક કાળુભાર ટાપુ પાસે શિકાર માટે ગયા હતા. તેઓ સઢવાળી હોળી લઈને 4 નોટિકલ માઈલ દૂર કૂડચલ મારવા ગયા હતા. આ દરમિયાન હોળી સાથે દરિયામાં ડૂબી જતાં તેમનું મૃત્યુ થયું. કારાભાઈ ઘાવડાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.
ચોમાસાની શરુઆત થતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. તો બીજી તરફ દરિયો તોફાનો બન્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા સલાયાના દરિયામાં હોડી ડૂબી જતાં બે સગા ભાઈઓના મોતના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સયાલા નાના આંબલા ગામના બે ભાઈઓ સલાયા બંદર નજીક કાળુભાર ટાપુ પાસે હોડી લઈને શિકાર કરવા ગયા હતા. સયાલાથી 4 નોટિકલ માઇલ દૂર કૂડચલનો શિકાર કરવા ગયેલા સીમરાજ ઘાવડા (ઉ.વ.24) અને મોહમ્મદહુસૈન ઘાવડા (ઉ.વ.27) નામના યુવકોની હોડી દરિયામાં ગરકાવ થઈ હતી અને બંને સગા ભાઈઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને કારાભાઈ ઘાવડાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.












