ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

US: ટ્રમ્પની વિદેશી કંપનીઓને અપીલ, અમેરિકામાં રોકાણ સાથે કર્મચારીઓને તાલીમ પણ આપે

વોશિગ્ટન, 15 સપ્ટેમ્બર, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કંપનીઓને  તેઓ અમેરિકામાં ફક્ત રોકાણ ન કરે પરંતુ તેની સાથે જટીલ અને ઉચ્ચ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે અમેરિકાના કર્મચારીઓને તાલીમ પણ આપે તેવી અપીલ કરી છે.

ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ખાસ કરીને સેમિકન્ડક્ટર, શિપબિલ્ડિંગ અને હાઇ-ટેક મશીનરી જેવા ક્ષેત્રોમાં ફરીથી અદ્યતન ઉત્પાદનની ટેકનોલોજી શીખવાની જરૂર છે. “જ્યારે વિદેશી કંપનીઓ મોટા રોકાણો સાથે યુએસ આવે છે અને જટિલ પ્રોડક્ટ્સ બનાવે છે, ત્યારે હું ઇચ્છું છું કે તેઓ તેમના નિષ્ણાત કામદારોને થોડા સમય માટે યુએસ મોકલે જેથી તેઓ અમેરિકન કામદારોને જટિલ પ્રોડક્ટ્સ કેવી રીતે બનાવવી તે શીખવી શકે,”એમ ટ્રમ્પે કહ્યું હતું.

યુએસ ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરવા માટે નોલેજ ટ્રાન્સફર જરૂરી

યુએસ રાષ્ટ્રપતિએ દલીલ કરી હતી કે વિદેશી રોકાણના લાંબા ગાળાના ફાયદા સુનિશ્ચિત કરવા અને યુએસ ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરવા માટે આ પ્રકારનું નોલેજ ટ્રાન્સફર જરૂરી છે. “જો આપણે આ ન કર્યું હોત, તો તે વિશાળ રોકાણ ક્યારેય ન આવ્યું હોત – ચિપ્સ, સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર, જહાજો, ટ્રેનો અને અન્ય ઘણા ઉત્પાદનો જે આપણે અન્ય લોકો પાસેથી બનાવવાનું શીખવું પડશે, કારણ કે આપણે પહેલા તેમાં નિષ્ણાત હતા, પરંતુ હવે નહીં,” એમ તેમણે કહ્યું હતું..

ટ્રમ્પે શિપબિલ્ડિંગનું ઉદાહરણ આપ્યું

તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકા એક સમયે દરરોજ એક જહાજ બનાવતું હતું, પરંતુ હવે તે વર્ષમાં ભાગ્યે જ એક જહાજ બનાવી શકે છે. ટ્રમ્પે પોતાની દલીલમાં કહ્યું કેવિદેશી નિષ્ણાતો પાસેથી શીખીને, અમેરિકન ઉદ્યોગો ફરીથી આત્મનિર્ભર અને મજબૂત બની શકે છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું વિદેશના દેશો અથવા કંપનીઓ દ્વારા અમેરિકામાં કરવામાં આવતા રોકાણોને ડરાવવા કે નિરાશ કરવા માંગતો નથી. અમે તેમનું સ્વાગત કરીએ છીએ, અમે તેમના કર્મચારીઓનું સ્વાગત કરીએ છીએ, અને અમને ગર્વ છે કે અમે તેમની પાસેથી શીખીશું, અને નજીકના ભવિષ્યમાં તેમની પોતાની રમતમાં તેમને પાછળ છોડી દઈશું!’

અમેરિકા સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહ્યું છે

ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા તેના સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહ્યું છે અને કેટલાક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને કારણે વૈશ્વિક આર્થિક ચિંતાઓ વચ્ચે ઉત્પાદકોને અમેરિકામાં રોકાણ કરવા અપીલ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પે ચીન, મેક્સિકો અને કેનેડા તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે ઘણી કંપનીઓ અમેરિકામાં ફેક્ટરીઓ સ્થાપવા આવી રહી છે જેથી તેઓ ટેરિફથી બચી શકે અને અમેરિકન નીતિઓનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચોઃ 15 સપ્ટેમ્બર, 2025: ધનુ રાશિને કાર્યમાં આવતા અવરોધો પૂર્ણ થશે

Back to top button