ટ્રેન્ડિંગમનોરંજન

તૃપ્તિ ડિમરીના અચાનક ફેન ફોલોવિંગ વધારા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું- ‘મને સારું લાગે છે, પણ…’

  • એનિમલ ફેમ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સ પણ વધી ગયા છે.

HD ન્યૂઝ ડેસ્ક, 16 ડિસેમ્બર: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં ઝોયાનું પાત્ર ભજવ્યા બાદ તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથેની તેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ ઘણી લાઈમલાઈટ મેળવી છે. દરેક તેની ચર્ચા કરી રહ્યા છે. લોકો દ્વારા તેને “નેશનલ ક્રશ” નું ટેગ પણ આપવામાં આવ્યું છે.

તૃપ્તિ ડિમરીએ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં અચાનક થયેલા વધારા પર પ્રતિક્રિયા આપી

  • કહ્યું- મને સારું લાગે છે, પણ હું ગણતરી નથી કરતી’

એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સ પણ વધી ગયા છે. હવે તૃપ્તિએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તૃપ્તિએ કહ્યું કે ‘મને આ વાતનો બિલકુલ અંદાજો નતો કે ફિલ્મમાં મારા નાના એવા રોલને લોકો આટલો બધો પ્રેમ આપશે. ફિલ્મ રિલીઝ થયા બાદ દરેક લોકોને બહુ જ પસંદ આવી રહી છે અને મારા ફોલોઅર્સ પણ એક દમ વધી રહ્યા છે. પરંતુ હું એ વાતનું ધ્યાન નથી રાખતી પણ મારા મિત્રો અને પરિવારના સભ્યો મને સ્ક્રીનશોટ મોકલીને જાણ કરી રહ્યા છે કે તમારા ફોલોઅર્સ ઘણા વધી ગયા છે. આ બધું જોઈને મને ચોક્કસ પણે સારુ લાગે છે, પરંતુ હું તેની ગણતરી નથી કરતી.

 

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

તૃપ્તિએ આ વેબ સિરિઝમાં પણ કામ કર્યું છે

તર્પ્તિએ એનિમલમાં ભલે નાનો રોલ કર્યો હોય છતાં, તેની ચર્ચા મુખ્ય કલાકારો જેટલી જ થઈ રહી છે. લાઈફસ્ટાઈલ એશિયાના રિપોર્ટ અનુસાર, તૃપ્તિને ‘એનિમલ’માં તેના રોલ માટે 40 લાખ રૂપિયા મળ્યા હતા. એનિમલ પહેલા તૃપ્તિ દિમરી બુલબુલ અને કાલા જેવી શાનદાર વેબ સિરીઝમાં જોવા મળી હતી.

તૃપ્તિની આગલી ફિલ્મ વિકી કૌશલ સાથે હશે

તૃપ્તિની આગલી ફિલ્મ વિશે વાત કરીએ તો, તૃપ્તિ ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે, જે એક રોમેન્ટિક-કોમ ફિલ્મ હશે.

આ પણ વાંચો: એક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે, વેડિંગ એનાઉસમેન્ટ વીડિયો કર્યો શેર

Back to top button