ગુજરાત

રાજ્યમાં એસટીમાં વિભાગીય અધિકારી સહિત 120ની બદલી, 11ને પ્રમોશન

ગુજરાતમાં ચૂંટણી આવતા બદલીઓનો માહોલ બન્યો છે. તાજેતરમાં IPSની બદલીઓ થઇ હતી. જેમાં આજે રાજકોટના ડેપો મેનેજરની માંડવી બદલી, વાંકાનેરના મહિલા અધિકારી રાજકોટ આવ્યા છે. તથા જામનગર, જૂનાગઢ, ભાવનગરના વિભાગીય નિયામક સહિતનાની આંતરિક બદલી કરાઈ છે. તેમાં એસટી વિભાગના અધિકારીઓની મોટાપાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં એસટીના વિભાગીય નિયામક, ડેપો મેનેજર, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રીટેન્ડન્ટ સહિત 120ની બદલી, 11ને પ્રમોશન અપાયા છે.

આ પણ વાંચો: PM મોદીની રાજસ્થાનમાં સભા થશે પડઘા ગુજરાતમાં પડશે, જાણો કેમ

રાજકોટના ડેપો મેનેજર એન.બી. વરમોરાની માંડવી બદલી થઈ

જામનગરના વિભાગીય નિયામક પી. એમ. પટેલ નરોડામાં મધ્યસ્થ યંત્રાલયમાં નાયબ યંત્રાલય વ્યવસ્થાપક બન્યા છે. જૂનાગઢના વિભાગીય નિયામક જી.ઓ.શાહ મધ્યસ્થ કચેરીમાં ખરીદ નિયામક તો ભાવનગરના વિભાગીય નિયામક એમ.ડી. શુક્લની મધ્યસ્થ કચેરીમાં યાંત્રિક ખાતામાં બદલી કરાઈ છે. રાજકોટના ઇન્ચાર્જ વિભાગીય નિયામક જે.બી. કરોતરાને ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરમાંથી સિનિયર ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરનું પ્રમોશન મળ્યું છે. રાજકોટના ડેપો મેનેજર એન.બી. વરમોરાની માંડવી બદલી થઈ છે. જ્યારે વાંકાનેરના મહિલા અધિકારી કે. એમ.ભટ્ટ રાજકોટના ડેપો મેનેજર બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ, બાયોડેટા આપવા માટે એક માત્ર ક્રાઇટ એરિયા

ગોંડલ ડેપો મેનેજર જે.અગ્રાવતને વાંકાનેર ડેપોમાં

રાજકોટના હિસાબી અધિકારી એમ. વી. મોદીને મહેસાણા, જુનાગઢના ડી. ટી. ઓ. આર. ડી. પિલવાઇકરને નડીઆદ, વેરાવળના ડેપો મેનેજર બી.ડી. રબારીને પેટલાદ, રાજકોટના લીંબડીના ડી.એમ. પરમારને ગોધરાના સંતરામપુર, બોટાદના એમ.એમ. ત્રિવેદીને માણસા, ઉપલેટાના એ.એન. પઢારિયાને મોરબી, જસદણના એલ.ડી. રાઠોડને ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રાના બી. આર. ગોસ્વામીને રાજકોટ ડેપોમાં એ.ટી.એસ., સુરેન્દ્રનગરનાં ડેપો મેનેજર એસ.ડી. પરમારને રાજકોટ વિભાગમાં ડી.ટી.એસ. તો ગોંડલ ડેપો મેનેજર જે.અગ્રાવતને વાંકાનેર ડેપોમાં મુકાયા છે.

આ પણ વાંચો: 30 ઓક્ટોબરથી PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ

પાલીતાણાના ડેપો મેનેજર એન.પી. ગોસ્વામીને નખત્રાણા મૂકાયા

મોરબીના ડી.આર. શામળાને લીંબડી, જેતપુરના પી.યુ. મીરને જસદણ, જૂનાગઢના એ.ટી.એસ.આર. જી.ઠુમ્મરને ઉપલેટા ડેપો મેનેજર બનાવાયા તો સાવરકુંડલાના પી.બી.મકવાણાને પોરબંદર, અમરેલીના ડી.ટી.એચ. વી.એચ.નથવાણીને ત્યાં જ ડેપો મેનેજર બનાવાયા જ્યારે અમરેલીના ડેપો મેનેજર એ.પી. કરમટાને સાવરકુંડલા મુકાયા છે. જ્યારે તળાજાના પી.એમ. ગોહિલને બોટાદ, મહુવાના પ્રજ્ઞાબેન વ્યાસને તળાજા, ઉના ડેપો મેનેજર એમ.બી. રાઠોડને ભચાઉ, પાલીતાણાના ડેપો મેનેજર એન.પી. ગોસ્વામીને નખત્રાણા મૂકાયા છે.

Back to top button