ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસમાં વધારો, છેલ્લા 3 વર્ષમાં 12,721 કોલ્સ આવ્યા

Ahmedabad News : મેટ્રો સિટી અમદાવાદમાં ઝડપી જીવનશૈલી, આર્થિક ખેંચતાણ અને સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ આકર્ષણોના કારણે 4 દીવાલો વચ્ચે પારિવારિક સંબંધોમાં અસહિષ્ણુતા ચિંતાજનક રીતે વધી છે, જેથી મહિલાઓ ગંભીર ઘરેલુ હિંસા અને અસહ્ય માનસિક ત્રાસનો ભોગ બની છે. 181 મહિલા હેલ્પલાઇનના 3 વર્ષના ડેટા મુજબ, અમદાવાદ શહેરમાં નોંધાયેલા કુલ 24,136 ઇમરજન્સી કોલ્સ પૈકી 52 ટકાથી વધુ એટલે કે, 12,721 કિસ્સા માત્ર પતિ કે સાસરિયાં દ્વારા થતી શારીરિક મારપીટ અને ઘરેલુ હિંસાના સામે આવ્યા છે.

સંબંધોમાં સંવાદનો અભાવ ઘરોમાં કંકાસનું કારણ

આ ઉપરાંત ગાળાગાળી અને માનસિક ટોર્ચરના 3,984 કેસો નોંધાયા છે, જ્યારે પારિવારિક વિખવાદ ચરમસીમાએ પહોંચતાં 1,365 પરિણીતાઓને પોતાના જ ઘરમાંથી કાઢી મુકાતાં રસ્તા પર આવી ગઈ છે. સાયકોલોજિસ્ટ્સના મતે, વિભક્ત પરિવારોમાં વડીલોની ગેરહાજરી અને તૂટતા સંવાદ વચ્ચે પતિ-પત્નીનો અહંકાર નાની બાબતોમાં પણ હિંસક સ્વરૂપ ધારણ કરે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લગ્નેતર સંબંધોના કારણે 1,168 પરિવારોમાં તિરાડ

અમદાવાદમાં વર્ષ 2024માં ડોમેસ્ટિક વાયોલન્સના 4,721, વર્ષ 2025માં 4,489 અને વર્ષ 2026માં 3,511 કોલ નોંધાયા છે. બીજી તરફ, શહેરી સંસ્કૃતિમાં પતિ કે પત્નીના સ્માર્ટફોન-સોશિયલ મીડિયા પર વધેલા વર્ચ્યુઅલ જોડાણ અને લગ્નેતર સંબંધોના કારણે 1,168 પરિવારોમાં તિરાડ પડી છે, વર્ષ 2024માં 452, વર્ષ 2025માં 392 અને વર્ષ 2026માં 324 કિસ્સા સામે આવ્યા છે. આ તકરાર એટલી વકરી છે કે, માસૂમ બાળકોની કસ્ટડી છીનવી લેવા કે મળવા ન દેવાના વર્ષ 2024માં 283, વર્ષ 2025માં 234 અને વર્ષ 2026માં 197 મળીને કુલ 714 બનાવોમાં હેલ્પલાઇનની રેસ્ક્યૂ વાન અને કાઉન્સિલર્સની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ દરમિયાનગીરી કરવી પડી છે.

આ પણ વાંચો : ચાંગોદરમાં એક કલાકમાં ₹1 કરોડની ચોરી! વેરહાઉસનાં પતરાં ખોલી તસ્કરો 40 iPhone-17 સહિત મોંઘા ગેજેટ્સ લઈ ફરાર

Back to top button