ટ્રેન્ડિંગનેશનલ

ટ્રેનમાં ટિકિટ બુકિંગના નિયમોમાં થયો બદલાવ, આ ખાસ લોકોને મળશે લોઅર બર્થ, સૂવાનો સમય પણ કરાયો નક્કી

નવી દિલ્હી: 1 નવેમ્બર, 2025: ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા અને ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સરળ તથા પારદર્શક બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 નવેમ્બર, 2025થી અમલમાં આવ્યા છે.

રેલ્વે દ્વારા લોન્ચ કરાયેલી ‘રેલવન’ નામની સુપર એપ રિઝર્વ અને અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે વન-સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે, સાથે જ ટ્રેનની લાઇવ સ્થિતિ અને પ્લેટફોર્મની માહિતી પણ આપશે.

લોઅર બર્થ ફાળવણીના નિયમોમાં મોટો ફેરફાર

મુસાફરોની સામાન્ય ફરિયાદ રહેતી હતી કે, ‘લોઅર બર્થ પ્રેફરન્સ’ પસંદ કરવા છતાં તેમને અપર કે મિડલ બર્થ મળતી હતી. આ સમસ્યાના નિવારણ માટે રેલ્વેએ નવી વ્યવસ્થા લાગુ કરી છે:

  1. ખાસ જોગવાઈ:

રેલ્વેની કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સિસ્ટમમાં હવે વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ વયની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને લોઅર બર્થ ફાળવવાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે (જોકે, આ સુવિધા સીટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે).

  1. નવો વિકલ્પઃ

મુસાફરોને હવે એક નવો વિશેષ વિકલ્પ મળશે: ‘બુક ઓન્લી ઇફ લોઅર બર્થ ઇઝ અવેલેબલ’ (જો લોઅર બર્થ ઉપલબ્ધ ન હોય, તો ટિકિટ બુક જ નહીં થાય). આનાથી મુસાફરોને તેમની પસંદગીની સીટ મળવામાં સરળતા રહેશે.

  1. TTE ના અધિકાર:

જો બુકિંગ સમયે લોઅર બર્થ ઉપલબ્ધ ન હોય અને પાત્ર મુસાફરને અપર કે મિડલ બર્થ મળી હોય, તો હવે TTEને સત્તા આપવામાં આવી છે કે તે મુસાફરી દરમિયાન ખાલી પડેલી લોઅર બર્થ આવા મુસાફરોને ફાળવી શકે. મુખ્ય ટિકિટ નિરીક્ષક આર.એન. યાદવે જણાવ્યું કે, આ નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે અને વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષથી વધુ વયની મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને લોઅર બર્થની પ્રાથમિકતા પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

  1. બુકિંગની સમય મર્યાદા ઘટાડાઈ (ARP)

રેલ્વેએ આરક્ષિત ટિકિટોની એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP)ને 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધી છે.

  • નવો નિયમ: મુસાફરો હવે યાત્રાની તારીખથી માત્ર 60 દિવસ પહેલાં સુધી જ ટિકિટ બુક કરાવી શકશે.
  • હેતુ: આ નિયમ 1 નવેમ્બર, 2024થી પ્રભાવી છે, જેનો હેતું ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવાનો અને “સીટ બ્લોકિંગ” જેવી પ્રવૃત્તિઓને સમાપ્ત કરવાનો છે.
  1. રિઝર્વ્ડ કોચમાં સૂવાનો અને બેસવાનો સમય નક્કી

રેલ્વેએ રિઝર્વ્ડ કોચમાં સૂવાના અને બેસવાના સમય અંગેના નિયમો પણ સ્પષ્ટ કર્યા છે:

  • સૂવાનો સમય: રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીનો સમય સૂવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુસાફર પોતાની નિર્ધારિત બર્થ પર સૂઈ શકે છે. દિવસ દરમિયાન બર્થ પર બેસવાની વ્યવસ્થા રહેશે.
  • RAC મુસાફરો: RAC મુસાફરો માટે દિવસ દરમિયાન સાઇડ લોઅર બર્થ પર RAC મુસાફર અને સાઇડ અપર બર્થ પર બુક થયેલ મુસાફર બેસી શકે છે, પરંતુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લોઅર બર્થનો અધિકાર માત્ર લોઅર બર્થવાળા મુસાફરનો જ રહેશે.

આ પણ વાંચોઃ NH-21 પર ડ્રાઇવરને ઝોકું આવી જતા મોટો અકસ્માત સર્જાયો! બસ ઝાડ સાથે અથડાતા 30 મુસાફરો ઘાયલ 5ની હાલત ગંભીર

આ પણ વાંચોઃ Ambani Halloween Party: કાળા ગાઉનમાં પત્ની શ્લોકાનો લુક જોઈને આકાશ અંબાણી રહી ગયો દંગ!

 

Back to top button