ગુજરાતટોપ ન્યૂઝ

ચૈતર વસાવાના સુર બદલાયા : સરકારની યોજનાઓના કર્યા વખાણ

Gujarat News : હાલમાં નર્મદા જિલ્લામાંથી એક જાહેર મંચ પરથી ચૈતર વસાવાના નિવેદનનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓનું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ચીકદા ગામે યોજાયેલી જનકલ્યાણ શિબિર દરમિયાન આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારની યોજનાઓના વખાણ કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ચૈતર વસાવા સરકાર પર આકરા પ્રહારો કરવા માટે જાણીતા

 

AAPના ફાયરબ્રાન્ડ આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક પોતાના આક્રમક તેવર બદલીને BJPના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં જ સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓના વખાણ કર્યા હતા. સામાન્ય રીતે સરકાર પર આકરા પ્રહારો કરવા માટે જાણીતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓને અનિવાર્ય ગણાવી લોકોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

ચૈતર વસાવાના ભાજપના વખાણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા

 

સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાની એક જ મંચ પર હાજરી વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના ભાજપના વખાણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સામૂહિક અને સહિયારા પ્રયાસોની અત્યંત જરૂર છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ લોકોના કલ્યાણ માટે જ છે, તેથી છેવાડાના આદિવાસી પરિવારો સુધી આ યોજનાઓનો લાભ પહોંચવો જોઈએ. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વિપક્ષી ધારાસભ્ય દ્વારા શાસક પક્ષની યોજનાઓના મંચ પરથી કરાયેલા આ વખાણ પાછળ કોઈ નવું રાજકીય સમીકરણ આકાર લઈ રહ્યું છે કે કેમ, તે અંગે પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર: MOUમાં જોઈ લો આ 14 શરતો પર સહમતિ થઈ

Back to top button