ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

વધુ એક દેશમાં થયો મોટો આતંકી હુમલો, જેહાદીઓએ 100થી વધારે લોકોને મારી નાખ્યા

ઉત્તરી બુર્કિના ફાસો, 13 મે 2025: દુનિયાના વિવિધ દેશોમાં સતત આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. હવે ઉત્તરી બુર્કિના ફાસોમાં મોટો આતંકી હુમલો થયો છે. જેમાં 100થી વધારે લોકોના મૃત્યુની સંભાવના છે. સહાયતા કર્મી અને સ્થાનિક રહેવાસીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના સૈનિકો હતા. આ હુમલો રવિવાર સવારના સમયે થયો હતો. જેહાદી ગ્રૂપે એક સૈન્ય અડ્ડો અને લાંબા સમયથી ઘેરાયેલા રણનીતિક શહેર ઝિબો સહિત કેટલીય જગ્યાને ટાર્ગેટ બનાવ્યો છે.

આ સંગઠને હુમલાની જવાબદારી લીધી

ઉત્તરી બુર્કિના ફાસોમાં થયેલો આતંકવાદી હુમલો અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી જૂથ જમાત નસર અલ-ઇસ્લામ વાલ-મુસ્લિમીન અથવા JNIM દ્વારા કરવામાં આવ્યો હતો. આ સંગઠને આ આતંકવાદી હુમલાની જવાબદારી પણ લીધી છે. આ આતંકવાદી સંગઠન આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સક્રિય માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી, બુર્કિના ફાસો હિંસક ઉગ્રવાદ માટે વૈશ્વિક હોટસ્પોટ તરીકે જાણીતું છે.

8 વિસ્તારો પર એક સાથે હુમલો

બુર્કિના ફાસોની વસ્તી લગભગ 23 મિલિયન છે. આ દેશ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં સ્થિત છે, જે હાલમાં સુરક્ષા સંકટથી ખરાબ રીતે પ્રભાવિત છે. રવિવારે, આતંકવાદીઓએ સવારે 6 વાગ્યે અલગ અલગ સ્થળોએ એક સાથે આતંકવાદી હુમલાઓ શરૂ કર્યા. બુર્કિના ફાસો વાયુસેનાને વિખેરવા માટે આતંકવાદીઓએ એક સાથે આઠ વિસ્તારોમાં હુમલો કર્યો.

મુખ્ય હુમલો જીબોમાં થયો હતો

એપી અનુસાર, આતંકવાદીઓએ જીબોમાં મુખ્ય હુમલો કર્યો હતો. તેઓએ શહેરના તમામ પ્રવેશદ્વારો પર નિયંત્રણ મેળવી લીધું અને પછી લશ્કરી છાવણીઓ અને ત્યાંના આતંકવાદ વિરોધી એકમના કેમ્પ પર હુમલો કર્યો. અહીં ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ જીબો શહેર પર હુમલો થયો હતો. પરંતુ તે પછી સુરક્ષા દળોએ ઉગ્રવાદીઓને સફળતાપૂર્વક ભગાડી દીધા હતા.

આ પણ વાંચો: વિરાટ કોહલી અને રોહિત શર્માના સંન્યાસ બાદ આ 8 ખેલાડીઓેને લોટરી લાગશે, ટેસ્ટ ટીમમાં મળશે મોકો

Back to top button