ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

ટેહરી ગઢવાલમાં ભયાનક અકસ્માત: 300 મીટર ખીણમાં વાહન ખાબક્યું, 8નાં મોત

Terrible accident in Tehri Garhwal:  ઉતરાખંડના તેહરી ગહેવાલ જિલ્લામાં એક દિલદહલાવી દેતી ઘટના સામે આવી છે. ગુરુવારે ચંબા-કોટી માર્ગ પર એક વાહન લગભગ 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

માહિતી મુજબ, અકસ્માતમાં સામેલ તમામ લોકો ઘનસાલી વિસ્તારના થ્યોલધાર ગામના રહેવાસી હતા. તેઓ Haridwarમાં અંતિમ સંસ્કાર કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની.

 કેવી રીતે થયો અકસ્માત?

જિલ્લા પ્રશાસન અનુસાર, ચંબા બ્લોકના નૈલ નજીક વાહન અચાનક બેકાબૂ થઈ ગયું અને સીધું ખીણમાં ખાબકી ગયું. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર ઊંઘમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 રાહત અને બચાવ કામગીરી

અકસ્માતની જાણ થતાં જ State Disaster Response Force (SDRF), પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને બૌરારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

 અધિકારીઓ અને મુખ્યમંત્રીની પ્રતિક્રિયા

જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિકા ખંડેલવાલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર ઊંઘમાં હોવાના કારણે આ દુર્ઘટના બની હોવાનો અંદાજ છે. તમામ મૃતકોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી Pushkar Singh Dhami એ પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. સાથે જ પ્રશાસનને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.

આ પણ વાંચો : મે 2026 માં બદલાશે ગ્રહોની ચાલ, મંગળ અને શુક્ર સહિતના ગોચર આ લોકોને આપશે લાભ

Back to top button