મેટાએ લોન્ચ કર્યા માત્ર 100 ગ્રામના VR ચશ્મા, જાણો ખાસિયત
Meta VR Glass: મેટા કંપનીએ પોતાના વાર્ષિક ‘મેટા કનેક્ટ 2026’ (Meta Connect 2026) ઇવેન્ટ દરમિયાન વિયરેબલ ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટી ક્ષેત્રે અનેક નવીન પ્રોડક્ટ્સ અને ફીચર્સ રજૂ કર્યા છે. આ ઇવેન્ટમાં નેક્સ્ટ-જનરેશન વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસ, ત્રીજી પેઢીના Ray-Ban મેટા AI ચશ્મા અને માત્ર ઓડિયો સપોર્ટ ધરાવતા નવા મોડલ્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચશ્મા માટે હિયરિંગ આસિસ્ટન્સ ફીચર, ગેમિંગમાં મોટા ફેરફારો અને AI ગ્લાસમાં ‘મ્યૂઝ AI એજન્ટ’ (Muse AI Agent) લાવવાની જાહેરાત કરવામાં આવી છે. (Meta VR Glass)
Meta VR Glass: સિનેમા-ગ્રેડ ક્લેરિટી સાથે સૌથી હલકા ચશ્મા
ઇવેન્ટની સૌથી મોટી જાહેરાત મેટાના વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગ્લાસ અંગેની રહી.
-
લોન્ચિંગ અને કિંમત: નવા VR ચશ્મા આવતા વર્ષે વસંત ઋતુ (માર્ચથી મે મહિના) દરમિયાન સત્તાવાર રીતે બજારમાં મુકાશે. તેની કિંમત 1,300 ડોલર (આશરે ₹1,24,643) રાખવામાં આવી છે.
-
ડિઝાઇન અને ડિસ્પ્લે: આ ગ્લાસનું વજન માત્ર 100 ગ્રામ જેટલું છે, જે મેટા ક્વેસ્ટ 3 કરતાં લગભગ 5 ગણું હલકું છે. તેનું ફ્રેમ મેગ્નેશિયમ એલોયમાંથી બનેલું છે અને તેમાં પેનકેક લેન્સ સાથે 5K ડિસ્પ્લે તેમજ ફુલ-કલર પાસથ્રુ વિડીયો સપોર્ટ મળે છે.
-
ઓડિયો-વિઝ્યુઅલ ફીચર્સ: ડોલ્બી વિઝન અને ડોલ્બી એટમોસ સ્પેશિયલ ઓડિયોથી સજ્જ આ ડિવાઇસ સિનેમા જેવો અનુભવ આપશે. કંપની અનુસાર, આ વિશ્વનું પ્રથમ ‘IMAX એન્હાન્સ્ડ સર્ટિફાઇડ’ VR ડિવાઇસ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કેમેરા વગરના ‘Ray-Ban મેટા ઓડિયો ગ્લાસ’ રજૂ
જે યૂઝર્સ કેમેરાવાળા ચશ્મા પહેરવામાં ખચકાટ અનુભવે છે તેમના માટે મેટાએ ફક્ત ઓડિયો મોડલ લોન્ચ કર્યું છે.
-
ફીચર્સ: તેમાં મ્યુઝિક, પોડકાસ્ટ પ્લેબેક, AI વોઇસ આસિસ્ટન્ટ અને ક્રિસ્ટલ ક્લિયર કોલિંગ સપોર્ટ મળે છે. તેનું વજન માત્ર 43 ગ્રામ છે.
-
બેટરી બેકઅપ: સિંગલ ચાર્જ પર 12 કલાક અને ચાર્જિંગ કેસ સાથે કુલ 48 કલાક સુધીનો પ્લેટફોર્મ બેકઅપ આપે છે.
-
કિંમત અને ઉપલબ્ધતા: $349 (આશરે ₹33,450) ની પ્રારંભિક કિંમત સાથે તેનું પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયું છે અને 13 ઓક્ટોબરથી શિપિંગ શરૂ થશે.
ત્રીજી પેઢીના કેમેરાવાળા Ray-Ban મેટા ગ્લાસ અપગ્રેડ
મેટાએ પોતાના લોકપ્રિય સ્માર્ટ ગ્લાસને વધુ પાતળી ડિઝાઇન અને નવો સમર્પિત મેટા AI બટન સાથે અપડેટ કર્યા છે:
-
બેટરી અને માઇક: નવા મોડલમાં બેટરી લાઇફ 8 કલાકથી વધારીને 9 કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત 6-માઇક સિસ્ટમ ઉમેરાઈ છે, જે બેકગ્રાઉન્ડના અવાજને 90% થી વધુ ઘટાડી શકે છે.
-
કિંમત: તેની પ્રારંભિક કિંમત $449 (આશરે ₹43,030) નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો:આ ચાર રાજ્યોમાં પુરુષોને ન આપવી નોકરી, બેંગલુરુની કંપનીના CEOએ આપ્યો આદેશ
Meta Ray-Ban ડિસ્પ્લે: હોલોગ્રામ અને નેવિગેશન ટૂલ
ડિસ્પ્લેવાળા સ્માર્ટ ગ્લાસને યુએસ ઉપરાંત જર્મની, ફ્રાન્સ અને ઇટાલી જેવા વૈશ્વિક બજારોમાં $799 (આશરે ₹76,584) ની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે:
-
સ્માર્ટ નેવિગેશન: આ મહિનાના અંત સુધીમાં આ ચશ્મામાં સાઇકલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના હેડ્સ-અપ ડાયરેક્શન્સ મળશે. આ ફીચર સામાન્ય વળાંકોના બદલે સામે દેખાતા પ્રમુખ લેન્ડમાર્કના આધારે દિશા-નિર્દેશ આપશે.
-
હોલોગ્રામ સપોર્ટ: વિડીયો કોલ દરમિયાન હોલોગ્રામ સપોર્ટ કરશે, જેમાં મેટા AI એપ દ્વારા યૂઝર પોતાનો 3D અવતાર ક્રિએટ કરી શકશે.
ગેમિંગ અને મનોરંજન: ‘બીટ સેબર’ માં મોટો અપડેટ
મેટાની ગેમિંગ પેટાકંપની ‘બીટ ગેમ્સ’ આવતા વર્ષે પોતાના સૌથી લોકપ્રિય ગેમ ‘બીટ સેબર’ (Beat Saber) માટે મોટો અપડેટ લાવશે:
-
તેમાં કંટ્રોલર વગર રમવા માટે ‘હેન્ડ ટ્રેકિંગ’ સપોર્ટ મળશે.
-
‘ફ્લક્સ’ (Flux) નામનો નવો સિંગલ-પ્લેયર મોડ ઉમેરાશે, જેમાં શક્તિશાળી ‘ફ્લક્સ ટેધર’ જેવી નવી પાવર્સ મળશે. આ અપડેટ મેટા VR ગ્લાસ અને ક્વેસ્ટ હેડસેટ બંને પર 35 લોકપ્રિય ગીતો સાથે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો:આ ચાર રાજ્યોમાં પુરુષોને ન આપવી નોકરી, બેંગલુરુની કંપનીના CEOએ આપ્યો આદેશ












