Apple યુઝર્સ માટે મોટો સાયબર ખતરો, તાત્કાલિક સોફ્ટવેર અપડેટ કરવાની સરકારની સલાહ

CERT-In Security Warning Apple Devices: જો તમે iPhone અથવા Appleના અન્ય ઉપકરણોનો ઉપયોગ કરો છો અને સોફ્ટવેર અપડેટ્સની નોટિફિકેશનને વારંવાર ઈગ્નોર કરો છો, તો આ આદત બદલવાનો સમય આવી ગયો છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી ઈમરજન્સી એજન્સી CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા Appleના ઈકોસિસ્ટમમાં મોટી અને ગંભીર ટેકનિકલ ખામીઓ શોધી કાઢવામાં આવી છે. આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સાયબર ક્રિમિનલ્સ તમારા ઉપકરણો પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી શકે છે, જેનાથી બેંકિંગ ડિટેલ્સ અને પર્સનલ ફોટા જેવી અત્યંત સંવેદનશીલ માહિતી ચોરાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે.
જૂના iOS વર્ઝન પર હેકર્સની નજર
CERT-In દ્વારા એક હાઈ-સિવિયરિટી વોર્નિંગ ઈશ્યુ કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર, 26.7 કરતાં જૂના iOS અને iPadOS વર્ઝન પર ચાલતા ઉપકરણો હેકર્સના નિશાના પર છે. માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ Mac કોમ્પ્યુટર્સ પણ આ ડિજિટલ એટેક માટે ટાર્ગેટ બની શકે છે. macOS Golden Gate 27, Tahoe 26.7 અને Sequoia 15.8 ચલાવતા યુઝર્સ માટે પણ આ સુરક્ષા ભંગનો ભય સેવાઈ રહ્યો છે.
Apple ની અન્ય સિસ્ટમ્સ પર પણ જોખમ
સરકારી ચેતવણીમાં Apple ના અન્ય ડિવાઈસ યુઝર્સને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. Apple TV યુઝર્સને સિસ્ટમ tvOS 27 માં અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય, Apple Watch માટે watchOS 27 અને Apple Vision Pro માટે VisionOS 27 ડાઉનલોડ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત Safari બ્રાઉઝર અને Xcode ના વર્ઝન 27 માટે પણ સિક્યોરિટી પેચ જારી કરવામાં આવ્યા છે. આ તમામ સોફ્ટવેરમાં મેમરી મેનેજમેન્ટ અને ડેટા ઓથેન્ટિકેશન સંબંધી ગંભીર ખામીઓ જોવા મળી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તમારા ઉપકરણને સિક્યોર કરવા માટેનો એકમાત્ર રસ્તો
આ સાયબર ખતરાથી બચવાનો સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો એ છે કે તમારા ડિવાઈસને વહેલી તકે અપડેટ કરી લેવું. તમારા iPhone નું વર્તમાન સોફ્ટવેર વર્ઝન ચેક કરવા માટે સૌથી પહેલા સેટિંગ્સમાં જાઓ. ત્યારબાદ General ઓપ્શન પર ટેપ કરીને About સેક્શન ખોલો, જ્યાં તમને iOS નું કરંટ વર્ઝન જોવા મળશે. જો તે લેટેસ્ટ અપડેટ ન હોય, તો ફરીથી General મેનૂમાં જઈને Software Update પર ક્લિક કરો અને કોઈપણ વિલંબ વગર નવું OS ઈન્સ્ટોલ કરી લો. આમ કરવાથી તમારું Apple ડિવાઈસ હેકર્સથી સુરક્ષિત રહેશે.
આ પણ વાંચો: ભારતમાં આવી રહ્યું છે Apple Pay! GPay અને PhonePe ને મળશે ટક્કર? UPI પર સસ્પેન્સ












