ટેક્સ રિફંડઃ આવકવેરા વિભાગ ખોટા દાવાઓનું વિશ્લેષણ કરે છે…

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025: આવક વેરા વિભાગ કેટલાક કિસ્સાઓમાં ખોટી કપાતના દાવાઓનું વિશ્લેષણ કરે છે. તેના કારણે રિફંડ જારી કરવામાં વિલંબ થઇ જાય છે. તેમણે કહ્યુ કે વિભાગ તે બાબતોનું વિશ્લેષણ કરી રહ્યુ છે જેને સિસ્ટમે ઉચ્ચ મૂલ્ય કે લાલ ઝંડીના રૂપમાં ચિન્હીત કર્યુ છે, કેમ કે તેમા કેટલીક વિશેષ કપાતોનો દાવો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે અમે કરદાતાઓને એ પણ લખ્યુ છે કે જો તેઓ કંઇ ભલી ગયા હોય તો સુધારેલ રિટર્ન ફાઇલ કરે એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમન રવિ અગ્રવાલે જણાવ્યુ છે.
બાકીના રિફંડ ડિસેમ્બર સુધીમાં જારી કરવામાં આવશે
ભારત મંડપમ ખાતે ચાલી રહેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળા (IITF)માં કરદાતાઓના લાઉન્જનું ઉદ્ઘાટન કર્યા પછી, અગ્રવાલે જણાવ્યું હતું કે ઓછા મૂલ્યના રિફંડ જારી કરવામાં આવી રહ્યા છે. “અમે વિશ્લેષણ કર્યું છે અને શોધી કાઢ્યું છે કે કેટલાક ખોટા રિફંડ અથવા કપાતનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેથી, આ એક ચાલુ પ્રક્રિયા છે. અમને આશા છે કે બાકીના રિફંડ આ મહિને અથવા ડિસેમ્બર સુધીમાં જારી કરવામાં આવશે.”
અગ્રવાલે કહ્યું કે રિફંડમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી રહી છે, કદાચ તેના કારણે રિફંડના દાવાઓમાં પણ ઘટાડો થયો છે. TDS (મૂળ સ્થાનેથી કર કપાત) દરોને તર્કસંગત બનાવવામાં આવ્યા છે.
જારી કરાયેલા રિફંડમાં 18 ટકાનો ઘટાડો થયો છે
ગયા અઠવાડિયે અપડેટ કરાયેલા સત્તાવાર ડેટા અનુસાર, 1 એપ્રિલથી 10 નવેમ્બર વચ્ચે જારી કરાયેલા રિફંડની રકમ લગભગ 18 ટકા ઘટીને રૂ. 2.42 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. અગ્રવાલે એમ પણ કહ્યું કે વિભાગ અને બોર્ડ ડાયરેક્ટ ટેક્સ બાબતોમાં મુકદ્દમા ઘટાડવા માટે કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે અમે ઘણા પગલાં લીધા છે અને અમારા અપીલ સત્તાવાળાઓ પેન્ડિંગ કેસોનો ઉકેલ લાવવા માટે સતત કામ કરી રહ્યા છે.
40 ટકાથી વધુ અપીલોનો નિકાલ
સીબીડીટી ચેરમેને જણાવ્યું હતું કે કોવિડ વગેરેને કારણે પાછલા વર્ષોમાં પેન્ડિંગ કેસોમાં વધારો થયો હતો, પરંતુ હું એ વાત શેર કરી શકું છું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 40 ટકાથી વધુ અપીલોનો નિકાલ કરવામાં આવ્યો છે, અને મારું માનવું છે કે આ વર્ષનો અંત ખૂબ જ મોટી સંખ્યામાં અપીલોનો નિકાલ સાથે થશે.
આ પણ વાંચોઃ 18 નવેમ્બર, 2025: વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ જીવનના ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ લાવશે












