ગુજરાતટ્રેન્ડિંગ

ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલને થઈ શકે છે 10 વર્ષની

ઈસ્કોન બ્રિજ અક્સમાત કેસમાં તથ્ય પટેલને 10 વર્ષની સજા થઈ શકે છે. તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિવિઝન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને મુક્તિ આપવાનો ઈન્કાર કર્યો છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં IPC ની કલમ 304 અને 308 માંથી ડિસ્ચાર્જ માંગેલ હતું, જ્યારે તેના પિતા પ્રગ્નેશ પટેલે પણ કેસમાંથી ડિસ્ચાર્જ માંગેલ હતું.

તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા વર્ષ 2023માં કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પર આજે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે તથ્ય પટેલ સામે લગાવાયેલી IPC 304 અને 308ની કલમ દૂર કરવાનો ઈન્કાર કર્યો છે. આ કલમ અંતર્ગત તથ્યને 10 વર્ષની કેદ થઈ શકે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ અપાતા હવે તેની સામે 504, 506(2), 114 અને 118 અંતર્ગત ટ્રાયલ ચાલશે. પ્રજ્ઞેશ પટેલને IPCની કલમો 279, 337, 338, 304, 308 અને મોટર વેહિકલ એક્ટની કલમો 177, 184, 134b માંથી હાઇકોર્ટે મુક્તિ આપી છે.

Back to top button