ટાટા મોટર્સ ડિમર્જરઃ આવી ગઇ લિસ્ટીંગની તારીખ, આ દિવસથી અલગ અલગ દેખાશે શેર

નવી દિલ્હી, 11 નવેમ્બર, 2025: ટાટા મોટર્સે પોતાના ડીમર્જર બાદ હવે નવા લિસ્ટીંગની તારીખ નક્કી કરી નાખી છે. કંપનીના કોમર્શિયલ વ્હિકલ બિઝનેસનું અલગ લિસ્ટીંગ 12 નવેમ્બર 2025ના રોજ થશે. તેનો અર્થ એ કે હવે ટાટા મોટર્સના પેસેન્જર અને કોમર્શિયલ વ્હિકલ કારોબાર અલગ અલગ કંપનીઓના રુપમાં શેરબજારમાં દેખાશે. તેનો અર્થ એવો પણ થાય છે કે હવે ટાટા મોટર્સના પેસેન્જર અને કોમર્શિયલ વ્હિકલ કારોબાર અલગ અલગ કંપનીઓના રૂપમાં ટ્રેડ કરશે.
કંપનીનું કહેવું છે કે આ પગલાથી વ્યવસાયમાં પારદર્શિતા વધશે અને રોકાણકારોને વધુ સારું મૂલ્ય મળશે. નિષ્ણાતો માને છે કે આનાથી ટાટા મોટર્સ તેના કોમર્શિયલ અને પેસેન્જર સેગમેન્ટ બંને પર અલગથી ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કંપનીના મતે, આ ડિમર્જર ભારતીય ઓટો સેક્ટર માટે એક મોટું પગલું છે અને લાંબા ગાળે શેરધારકોને ફાયદો થશે.
કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ અંતિમ તબક્કામાં
અહેવાલો અનુસાર, આ પગલું ટાટા મોટર્સની લાંબા સમયથી ચાલતી કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. કંપનીએ નવી કંપની, ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સ લિમિટેડ (TMLCV)ના શેર તેના શેરધારકોને જારી કર્યા છે. આ શેર 16 ઓક્ટોબર, 2025ના રોજ તેમના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ટ્રેડિંગ માટે સ્થિર છે.
ડિમર્જર 1 ઓક્ટોબર, 2025થી કાયદેસર રીતે અમલમાં આવ્યું છે. ટાટા મોટર્સ હવે બે કંપનીઓમાં વિભાજિત થઈ ગઈ છે:
1. TMLCV (કોમર્શિયલ વાહનોનો વ્યવસાય)
2. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ (PV), જેમાં EVs અને જગુઆર લેન્ડ રોવર (JLR)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ હવે ભારતથી બહેરીન સુધી ચાલશે UPI, રિયલ ટાઇમ મની ટ્રાન્સફરની સુવિધા શરૂ












