ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજારમાં રેડ સિગ્નલ: સેન્સેક્સ 555 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23650ની નીચે

Stock Market: આજે એટલે કે 8 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે પણ ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારના નબળા સંકેતો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને જિયોપોલિટિકલ તણાવના કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ રહ્યો હતો. દિવસના ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ મોટા ઘટાડા સાથે બંધ થયા છે.

સેન્સેક્સ અને નિફ્ટીનું પર્ફોર્મન્સ

  • BSE સેન્સેક્સ: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 555 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ જેવા હેવીવેઈટ શેરોમાં વેચવાલીએ બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું.
  • NSE નિફ્ટી 50: નિફ્ટી 50 પણ સળંગ ઘટાડો નોંધાવતા 23,650ના મહત્ત્વના સપોર્ટ લેવલની નીચે સરકી ગયો હતો.

આજે શેની પર રહી બજારની નજર

આજના ટ્રેડિંગમાં દીપા જ્વેલર્સના શેરનું સ્ટોક માર્કેટમાં મજબૂત ડેબ્યૂ થયું છે. કંપનીના શેરે તેના ઇશ્યૂ પ્રાઇસ સામે આશરે 25% પ્રીમિયમ સાથે માર્કેટમાં એન્ટ્રી કરી, જેનાથી રોકાણકારોને પ્રથમ દિવસે જ સારો નફો મળ્યો હતો. ઈ-કોમર્સ એનેબલમેન્ટ પ્લેટફોર્મ શિપરોકેટના Q1 (પ્રથમ ત્રિમાસિક) પરિણામો જાહેર થયા બાદ તેનો શેર ફોકસમાં રહ્યો. કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 34% નો ગ્રોથ જોવા મળ્યો છે અને તેની મુખ્ય ખોટમાં પણ ઘટાડો થયો છે. માર્કેટમાં અરાઈઝ ઈન્ફ્રા સોલ્યુશનના શેરમાં રોકાણકારોની નોંધપાત્ર ગતિવિધિ જોવા મળી હતી. આ સિવાય સ્મોલકેપ અને મિડકેપ ક્ષેત્રે રેય્ઝ ઓફ બિલિફ સહિતના કેટલાક સ્પેસિફિક શેરોમાં દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ ચાલુ રહ્યો હતો.

બજારમાં ઘટાડાના મુખ્ય કારણો

ક્રુડ ઓઈલના વધતા ભાવના કારણે વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ $97 પ્રતિ બેરલની આસપાસ પહોંચી જતાં ફુગાવો વધવાની ચિંતા ઊભી થઈ છે. વિદેશી રોકાણકારોની વેચવાલી પણ એક કારણ હતું. બેંકિંગ, ઓઈલ અને ગેસ ક્ષેત્રના મોટા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચોઃ રામ મંદિર ટ્રસ્ટમાં ફરી નિર્ણય બદલાયો, જૂના કર્મચારીઓ પરત ફરવા લાગ્યા
Back to top button