પાકિસ્તાનના GDP કરતા પણ વધુ TATA ગ્રુપની માર્કેટ વેલ્યુ, આંકડો જાણીને ચોંકી જશો!

નવી દિલ્હીઃ 9 ઓક્ટોબર, 2025: TATA Group: દેશના કોર્પોરેટ જગતની મહાન હસ્તી અને ટાટા ગ્રુપની ઓળખ રહેલા રતન ટાટાની આજે (9 ઓક્ટોબર) પ્રથમ પુણ્યતિથિ છે. 86 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપે નવી ઊંચાઈઓ હાંસલ કરી હતી. ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની કુલ માર્કેટ વેલ્યૂ પાકિસ્તાનના કુલ GDP કરતાં પણ ઘણી વધારે છે.
ટાટા ગ્રુપનું મૂલ્ય પાકિસ્તાનના GDP કરતાં 5.3 અબજ ડૉલર વધારે
અહેવાલો અનુસાર, પાકિસ્તાનનો કુલ GDP 373.1 બિલિયન (અબજ ડૉલર) છે. જ્યારે, ઓગસ્ટ 2025ના આંકડાઓ મુજબ, ટાટા ગ્રુપની કુલ માર્કેટ વેલ્યૂ વધીને 378.4 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. આનો અર્થ છે કે, ટાટા ગ્રુપનું મૂલ્યાંકન પાકિસ્તાનની સમગ્ર અર્થવ્યવસ્થા કરતાં 5.3 અબજ ડૉલર વધુ છે.
TCS ભારતની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની
ઓક્ટોબર 2025ના અહેવાલો મુજબ, ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની માર્કેટ વેલ્યૂ 11.068 ખરબ રૂપિયા (Trillion Rupees) છે. જોકે, આ મૂલ્યમાં 26.88%નો ઘટાડો નોંધાયો છે (2024માં તે ₹15.138 ખરબ હતી). TCS ભારતની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની છે. તેનાથી વધુ માર્કેટ કેપ માત્ર HDFC બેંક (₹15.722 ખરબ) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (₹18.592 ખરબ)નું છે.
ટાટા ગ્રુપની કુલ વેલ્યૂએશનમાં મોટી હિસ્સેદારી ધરાવતી કંપનીઓ:
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા મોટર્સ લિમિટેડ, ટાઇટન, ટાટા સ્ટીલ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ધ ઇન્ડિયન હોટલ્સ કંપની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન, વોલ્ટાસ, ટ્રેન્ટ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ, ટાટા એલેક્સી, નેલ્કો અને ટાટા ટેક્નોલોજી લિમિટેડનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગહન સંકટમાં
એક બાજું જ્યાં ટાટા ગ્રુપ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગંભીર સંકટના દોરમાંથી પસાર થઈ રહી છે.
- ઓગસ્ટ 2025ના અહેવાલ મુજબ, પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 50 અબજ ડૉલરની આસપાસ હતો.
- પાકિસ્તાન પર લગભગ 6 લાખ કરોડનું દેવું છે અને તેણે સાઉદી અરબ, ચીન અને IMF જેવી સંસ્થાઓ પાસેથી મોટા પ્રમાણમાં લોન લીધી છે.
- દેશમાં મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પરિણામે, POK સહિત અનેક વિસ્તારોમાં લોકો સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચોઃ RBI ગવર્નરની મોટી જાહેરાત, માત્ર મોબાઇલથી જ નહીં, પરંતુ કાર અને સ્માર્ટવોચથી પણ UPI ચુકવણી કરી શકાશે
આ પણ વાંચોઃ ટ્રમ્પને કહ્યું નહીં! અમેરિકી રાજદૂત ચીની મહિલાના પ્રેમમાં થયા પાગલ અને પછી…












