ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઐતિહાસિક દિવસ: ઈતિહાસમાં પહેલી વખત પશ્ચિમ બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી, શુભેન્દુ અધિકારીએ CM પદના શપથ લીધા

West Bengal CM Oath Ceremony: બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. રાજ્યમાં પહેલી વાર ભાજપની સરકાર બની છે. ભવાનીપુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવનારા સુવેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે બંગાળના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે.

બંગાળના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ શપથ લીધા

સુવેન્દુ અધિકારીએ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે, તેઓ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. બંગાળના રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા.

પશ્ચિમ બંગાળના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાયો છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને એનડીએના નેતાઓ પણ મંચ પર હાજર રહ્યા હતા. ખુદ પીએમ મોદી સમારોહમાં હાજરી આપવા માટે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.

દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા

સુવેન્દુ અધિકારી પછી દિલીપ ઘોષે મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શપથ લેવડાવ્યા, ત્યારબાદ દિલીપ ઘોષે પીએમ મોદી અને તમામ નેતાઓના આશીર્વાદ લીધા.

PHOTO-ANI

અગ્નિમિત્રા પોલે પણ મંત્રી પદના શપથ લીધા.

અગ્નિમિત્રા પોલે પણ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શપથ લીધા. ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા અગ્નિમિત્રા આસનસોલ દક્ષિણના નવા ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમને બંગાળમાં એક મજબૂત મહિલા વ્યક્તિ માનવામાં આવે છે.

PHOTO-ANI

અશોક કીર્તનિયાએ પણ શપથ લીધા.

બાણગાંવ ઉત્તરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય, અશોક કીર્તનિયાએ પણ શપથ લીધા. તેમણે સતત બે ટર્મ સેવા આપી છે અને માતુઆ સમુદાયના કલ્યાણમાં સક્રિય રહ્યા છે.

Image
PHOTO-ANI

ક્ષુદીરામ ટુડુએ પણ શપથ લીધા.

રાણીબંધ મતવિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય બનેલા ક્ષુદીરામ ટુડુએ પણ મંત્રી તરીકે શપથ લીધા. વ્યવસાયે શિક્ષક, ખુદીરામ, બંગાળ ભાજપનો આદિવાસી ચહેરો છે.

Image
PHOTO-ANI

કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ સમારોહમાં હાજરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: 8માં પગારપંચ પર આવી મોટી અપડેટ, 69000 બેસિક સેલરી થશે, જાણો તમને કેટલો પગાર મળી શકે?

Back to top button