કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બોટાદમાં MLA ઉમેશ મકવાણાની સૂઝબૂઝથી શંકાસ્પદ ટ્રક ઝડપાઈ: આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્કેન્ડલની આશંકા

બોટાદ 18 જુલાઈ 2025: બોટાદ જિલ્લાના નાના છૈડા ગામના કાચા માર્ગ પર રાજસ્થાનનું એક શંકાસ્પદ ટ્રક (નંબર RJ 19 GG 4054) ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ગામના લોકોએ આ અંગે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સવારે જાણ કરી, જે બાદ તેમણે તાત્કાલિક પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે રૂબરૂ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદના મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગને તાત્કાલિક સ્થળની તપાસ કરવાની સૂચના આપી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી 1000થી વધુ ઉર્દૂ ભાષામાં લખેલા પેકેટ મળી આવ્યા છે, જેમાં વિદેશી ચોખા અને પાઉડર જેવો પદાર્થ હોવાનું જણાયું છે. આ ઘટનાને ધારાસભ્ય મકવાણાએ આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલ તરીકે ગણાવ્યું છે.

ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, “આ જથ્થો શું પાકિસ્તાનથી આવ્યો છે? આટલા બધા ચેકપોસ્ટ હોવા છતાં આ અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? શું આ પેકેટમાં ડ્રગ્સ કે હેરોઈન જેવા પદાર્થો છે? આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.”
હાલ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રક અને તેના માલની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ ગુજરાતમાં ડ્રગ્સના ગેરકાયconstant આધારે વધુ તપાસ ચાલુ છે.
Back to top button