અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

બોટાદના મોટાભાગે ડેમો નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે, તે બદલ CM અને પાણી પુરવઠા મંત્રીનો આભાર: ઉમેશ મકવાણા, જુઓ video

5 એપ્રિલ 2025 અમદાવાદ: બોટાદ જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાક લઇ શકે માટે ગોમા ડેમ, કાનીયાડ ડેમ, ભીમડાદ ડેમ, સુખભાદર ડેમ અને બોટાદનું કૃષ્ણ સાગર તળાવ, તાજપર તળાવ, ઢાંકણીયા તળાવ, પીપળીયા ગામ તળાવ, ગોરડકા તળાવ, ઉગામેડી તળાવ, અડતાળા તળાવ, લાખણકા તળાવ, તતાણા તળાવ, ટાટમ તળાવ, હમાપર તળાવ જેવા બોટાદ જિલ્લા તમામ ચેકડેમ અને તળાવો ભરવા માટે મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને કરેલી રજૂઆત સફળ થઈ છે. જેને લઈને ધારાસભ્ય ઉમેશ મકવાણા આભાર વ્યક્ત કર્યો છે. અને આશા વ્યક્ત કરતા કહ્યું કે આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

સૌથી મોટો ગોમાડેમ પણ છલકાઈ જતા પાણી છોડ્યું
AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારા મતવિસ્તાર બોટાદના મોટાભાગના ડેમો નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે. તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીનો હું બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું. આજે બોટાદના ખેડૂતો ઉનાળુ પાક લઇ શકશે. બોટાદમાં ખૂબ જ મોટો ડેમ ગોમા ડેમ આવેલો છે તે પણ છલકાઈ ગયો છે અને કેનાલ દ્વારા આજે ખેડૂતો માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.

અનેક ડેમ અને નાના મોટા તળાવો છલો છલ ભરાયા
આ સિવાય અનેક ડેમો ભરાઈ ગયા છે અને કૃષ્ણસાગર તળાવ જે બોટાદ માટે જીવા દોરી સમાન છે તે પણ ભરાઈ ગયું છે. સાથે સાથે કાનિયાડ ડેમ પણ ભરાઈ ગયો છે. આવા અનેક ડેમો અને નાના મોટા તળાવ અને ભરી દેવામાં આવ્યા છે તે બદલ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીમંડળમાં આભાર માનું છું. સરકારના આ પગલાના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે.

Back to top button