ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

હોળી પહેલા ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, લાખો શ્રમિકો વતન જવા તત્પર, જનરલ કોચમાં જગ્યા મળવી મુશ્કેલ

હોળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે એટલે સુરતના રેલવે સ્ટેશનના ઉધના જંક્શન પર ભારે ભીડ જોવા મળી રહી છે. હીરા-ટેક્સટાઈલમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના હજારો શ્રમિકો પરિવાર સાથે તહેવાર મનાવવા વતન જવાની તૈયારીમાં છે. સ્ટેશન પર લોકોનો પ્રવાહ એટલો વધારે છે કે પ્લેટફોર્મથી લઈને બહાર સુધી લાઈનો લાગી ગઈ છે. કેટલીક જગ્યાએ તો 1 કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી રહી છે.

આ વખતે અંદાજે 2થી 3 લાખ પરપ્રાંતીય લોકો તહેવાર માટે વતન પરત ફરી રહ્યા છે, જેના કારણે રેલ્વેના સામાન્ય આયોજન પણ પાણી ફરી વળ્યું છે. ઘણા લોકો કન્ફર્મ ટિકિટ વગર જ 10-12 કલાક પહેલા પહોંચી જાય છે, ભૂખ-તરસ સહન કરીને ટ્રેનની રાહ જુએ છે. એમાંય જનરલ કોચની હાલત તો વધુ ચિંતાજનક છે. અંદર પગ મૂકવાની જગ્યા પણ નથી મળતી, તેથી લોકો શૌચાલય પાસે બેસીને અથવા ઊભા રહીને મુસાફરી કરવા મજબુર બન્યા છે.

તાપ્તી ગંગા એક્સપ્રેસ જેવી ટ્રેનો માટે લોકો આગલી રાતથી લાઈનમાં ઊભા રહે છે, પણ બેસવાની જગ્યા ન મળે તો 24 કલાક ઊભા રહીને જ વતન પહોંચે છે. રેલ્વેએ પણ આયોજન કર્યા છે – પ્લેટફોર્મ પર મંડપ (શેડ), પીવાનું પાણી, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, અલગ વેઇટિંગ એરિયા અને RPF/GRPની વધારાની તૈનાતી કરી છે. સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવી રહ્યા છે (જેમ કે સુરત-છપરા, અમદાવાદ-દરભંગા વગેરેના ફેરા લંબાવાયા છે), પરંતુ ભીડના પ્રમાણમાં મુશ્કેલી વધી રહી છે.

આ પણ વાંચો: Cyber Crime: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગના બહાને વૃદ્ધ પાસેથી 2.38 લાખની ઠગાઈ, કેસ દાખલ

Back to top button