ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Cyber Crime: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગના બહાને વૃદ્ધ પાસેથી 2.38 લાખની ઠગાઈ, કેસ દાખલ

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ફરી એક વખત સાયબર ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. BSNLમાંથી નિવૃત્ત થયેલા 59 વર્ષીય પ્રદીપભાઈ નાયકને બેન્ક અધિકારીની ઓળખ આપીને ક્રેડિટ કાર્ડની પ્રક્રિયાના નામે 2.38 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રદીપભાઈ નાયકે થોડા સમય પહેલા HSBC બેન્કના ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી હતી. ઠગોએ આ માહિતીનો લાભ ઉઠાવીને તેમનો સંપર્ક કર્યો. ડિસેમ્બર 2025માં પ્રદીપભાઈને અલગ-અલગ મોબાઇલ નંબરથી કોલ આવવા લાગ્યા. કોલરે પોતાને બેન્કના અધિકારી તરીકે ઓળખાવી પાનકાર્ડ અને પે-સ્લિપ ઈમેઇલ દ્વારા મંગાવી લીધા.

5 ડિસેમ્બર 2025ના રોજ ઠગોએ ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવાના બહાને એક લિંક મોકલી વીડિયો કોલ કરાવ્યો. વીડિયો કોલ દરમિયાન તેમને તેમનું જૂનું AU સ્મોલ ફાઇનાન્સ બેંકનું ડેબિટ કાર્ડ કેમેરા સામે બતાવવા કહ્યું. કાર્ડ બતાવતાની સાથે જ ઠગોએ તેની તમામ વિગતો (કાર્ડ નંબર, CVV, એક્સપાયરી વગેરે) મેળવી લીધી.

તરત જ પ્રદીપભાઈના મોબાઇલ પર OTP આવવા લાગ્યા. ઠગોએ તેનો ઉપયોગ કરીને બે મોટા ટ્રાન્ઝેક્શન કરી દીધા. પહેલું 1,10,217 રૂપિયાનું અને બીજું ટ્રાન્ઝેક્શન 1,27,980 રૂપિયાનું અમ ઠગોએ કુલ 2,38,197 રૂપિયા ઉઠી જતા પ્રદીપભાઈને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ.

છેતરપિંડીની જાણ થતાં જ પ્રદીપભાઈએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા ઠગો વિરુદ્ધ IPCની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. વપરાયેલા મોબાઇલ નંબર, ટ્રાન્ઝેક્શન ડિટેઇલ્સ અને બેંક ખાતાના આધારે તપાસ ઝડપથી ચાલુ છે. સાયબર ક્રાઇમ સેલ પણ આ કેસમાં જોડાઈને ટેકનિકલ તપાસ કરી રહી છે.

આવી ઘટનાઓ અમદાવાદમાં વધી રહી છે, ખાસ કરીને વૃદ્ધો અને નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, કોઈ અજાણ્યા કોલ પર કાર્ડ/OTP/બેંક ડિટેઇલ્સ ન આપો. વીડિયો કોલ પર ક્યારેય કાર્ડ બતાવશો નહીં અને શંકા થાય તો તરત 1930 (સાયબર ક્રાઇમ હેલ્પલાઇન) અથવા cybercrime.gov.in પર ફરિયાદ કરો.

આ પણ વાંચો: કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું સ્ફોટક નિવેદન, કહ્યું-“હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ…”

Back to top button