સુરતમાંથી ₹ 80,000નો પગારદાર સબ રજિસ્ટ્રાર ₹2,50,000 ની લાંચ લેતા ઝડપાયો

સુરત, તા. 5 ઓક્ટોબર, 2025: એસીબી દ્વારા લાંચિયા લોકોને ઝડપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરતમાંથી એ ₹ 80,000નો પગારદાર સબ રજિસ્ટ્રાર ₹ 2.50 લાખની લાંચ લેતા એસીબીની ઝપટે ચડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના અસીલે ખેતીની જમીન ખરીદી હોવાથી, તેના દસ્તાવેજની નોંધણી માટે નિયમોનુસારની તમામ ફી ભરીને સબ-રજિસ્ટ્રાર કચેરી, અડાજણ ખાતે દસ્તાવેજ રજૂ કર્યો હતો. આ દસ્તાવેજમાં અન્ય કોઈ વાંધા ન કાઢીને તેને પાસ કરવાનો ઓર્ડર આપવા માટે આ કેસના આરોપી મહેશકુમાર રણજીતસિંહ પરમાર (હોદ્દો-સબ-રજીસ્ટાર, વર્ગ-૩, સબ રજીસ્ટાર સુરત-૮, અડાજણ, સુરત શહેર )એ ફરિયાદી પાસે શરૂઆતમાં ₹3,00,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹2,50,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. ACBની ટીમે આરોપીને ઘટનાસ્થળે જ રંગેહાથ ઝડપી લીધો હતો.
સબ રજીસ્ટાર કચેરી, સુરત-૮, અડાજણ, સુરત શહેર ખાતે ફરજ બજાવતા સબ-રજીસ્ટાર મહેશકુમાર રણજીતસિંહ પરમાર રૂા.૨,૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram— ACB Gujarat (@ACBGujarat) October 4, 2025
આરોપી મહેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને ACBએ આગામી તપાસની દિશા સ્પષ્ટ કરી દીધી છે. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ રિમાન્ડ દરમિયાન, ACB મુખ્યત્વે આરોપીની નાણાકીય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત અગાઉ કેટલા લોકો પાસેથી અને કેટલી રકમની લાંચ માંગી છે તેની વિગતો પણ મેળવવામાં આવશે.
આ પણ વાંચોઃ સ્વામી ચૈતન્યાનંદ કેસમાં નવા ખુલાસા: સોશિયલ મીડિયા પર છોકરીઓની પ્રોફાઇલ સ્ક્રૉલ કરીને કમેન્ટ કરતો












