ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સુરત: હર્ષ સંઘવીનો મેરેથોન ચૂંટણી પ્રચાર, ડાયમંડ માર્કેટથી જીતનો શંખનાદ કર્યો

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી પ્રચાર શરૂ થયો છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં જંગી રેલી સાથે સભા ગજવી છે. તેમાં હીરાબજાર ખાતે હર્ષ સંઘવીના સંબોધનને સાંભળવા જંગી મેદની ઉમટી પડી હતી. તેમાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અને જીતના હુંકાર કર્યો હતો.

આ પણ વાંચો: પાટીલ ભાઉએ ભાજપના બાગી નેતાઓને ઘરભેગા કર્યા, જુઓ સમગ્ર લીસ્ટ

સંઘવીની સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. જેમાં સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મેરેથોન પ્રચાર કરી રહ્યા છે. જે અંતર્ગત હર્ષ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી હતી. હર્ષ સંઘવીની સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ

સુરતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 

 

 

હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગુંડારાજને કારણે ત્યાંના લોકોએ તેમનું વતન છોડી હિજરત કરવી પડી છે. તેમણે સુરતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આજની તારીખ અને સમય તમે નોંધી રાખજો. સુરતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.

 

Back to top button