ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સુપ્રીમ કોર્ટમાં UGC નિયમો પર કેન્દ્રનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Delhi : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026’ ને લઈને દેશભરમાં મોટા પાયે વિરોધ જોવા મળ્યો હતો. આ નિયમો સામે સવર્ણ વર્ગ દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે આ નિયમોના અમલ પર સ્ટે મૂકી દીધો હતો. હવે ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે તેઓ આ નિયમો પર પુનઃવિચાર કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તે UGC ના ‘ઇક્વિટી રેગ્યુલેશન્સ, 2026’ પર ફરીથી વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકાર અને UGC વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ રજૂઆત કરી હતી કે, “હું એ નથી કહી રહ્યો કે આખરી નિર્ણય શું હશે, પરંતુ અમે આ નિયમો પર પુનઃવિચાર કરી રહ્યા છીએ.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

UGC 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન UGC ને આ નિયમો સામે થયેલી અરજીઓ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. અદાલતે નિર્દેશ આપ્યો કે UGC તમામ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને આવરી લેતું એક વિગતવાર જવાબી સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરે. આ સાથે જ સોગંદનામાની નકલ અરજદારોને પણ સોંપવાનો આદેશ કર્યો છે, જેથી તેઓ ત્યારપછીના 2 અઠવાડિયામાં પોતાનો પ્રત્યુત્તર આપી શકે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદ ગત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો હતો, જ્યારે UGC (ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા સંબંધિત નિયમો) રેગ્યુલેશન્સ, 2026 બહાર પાડવામાં આવ્યા હતા. આ નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકારતાં દાવો કરાયો હતો કે તેમાં “જાતિ-આધારિત ભેદભાવ” ની વ્યાખ્યા અત્યંત સીમિત રાખવામાં આવી છે અને સામાન્ય કે બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભેદભાવ અથવા સંસ્થાકીય પક્ષપાત સામે રક્ષણના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અરજીઓમાં આ નવી જોગવાઈઓના સંભવિત દુરુપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના આધારે અદાલતે અગાઉ આ નિયમોના અમલ પર રોક લગાવી હતી.

આ પણ વાંચો:BCCI સામે ફરી મોટો પડકાર, મહિલા એશિયા કપમાં ટ્રોફીનું શું થશે?

આ પણ વાંચો:જંતર-મંતર પ્રદર્શનમાં પેલેટ ગન અને પોલીસ એક્શન: તપાસ માટે સુપ્રીમ કોર્ટે બનાવી 5 સભ્યોની હાઈ પાવર્ડ કમિટી

Back to top button