વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી , CJI બીઆર ગવઈની બેન્ચ સાંભળશે દલીલો

નવી દિલ્હી, 15 મે 2025 : સુપ્રીમ કોર્ટ આજે એટલે કે ગુરુવારે વકફ (સુધારા) અધિનિયમ 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ આ મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરશે. અગાઉ, આ અરજીઓની સુનાવણી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. જોકે, જસ્ટિસ ખન્ના 13 મેના રોજ નિવૃત્ત થયા, ત્યારબાદ હવે નવી બેન્ચની રચના કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે છેલ્લે 17 એપ્રિલે આ કેસની સુનાવણી કરી હતી. તે સમયે, કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી નોંધી હતી કે તે “વક્ફ બાય યુઝર” સહિત વકફ મિલકતોને ડિનોટિફાઇ કરશે નહીં, કે 5 મે સુધી સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરશે નહીં.
આ પણ વાંચો : બ્રિટિશ લેખકે ઓપરેશન સિંદૂરના વખાણ કર્યાં, કહ્યું- પશ્ચિમિ દેશોએ ભારતનું સમર્થન કરવું જોઈએ












