જે ડ્રેગન કેપ્સૂલથી સુનીતા વિલિયમ્સની ધરતી પર થઈ વાપસી, તેમાં જ શુભાંશુ જશે સ્પેસ સ્ટેશન…

નવી દિલ્હી, 3 જૂન, 2025: Shubhanshu Shukla ISS Mission, સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સૂલ એક આધુનિક અંતરિક્ષ યાન છે, જેણે અંતરિક્ષ યાત્રાને સરળ અને વાજબી બનાવી છે. નાસાની અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને પણ આ જ કેપ્સૂલ મારફતે માર્ચ 2025માં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)થી ધરતી પર સુરક્ષિત પરત લાવ્યા હતા. હવે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્તા આ કેપ્સૂલમાં 8 જૂન, 2025ના દિવસે ISS જશે.
શું છે ડ્રેગન કેપ્સૂલ?
ડ્રેગન કેપ્સૂલ સ્પેસએક્સ કંપની દ્વારા બનાવવામાં આવેલું એક ફરી ઉપયોગ થઈ શખે તેવું અંતરિક્ષ યાન છે, જે પ્રકારનું હોય છે..
- ક્રૂ ડ્રેગનઃ અંતરિક્ષ યાત્રીને ISS સુધી લઈ જાય છે.
- કાર્ગો ડ્રેગનઃ વૈજ્ઞાનિક ઉપકરણ અને સામાન લઈ જાય છે.
શુભાંશુ શુક્લા ક્રૂ ડ્રેગનમાં એક્સિયૉમ મિશન-4 (Ax-4) હેઠળ ISS જશે. આ એ જ કેપ્સૂલ છે, જેમાં સુનીતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવામાં આવ્યા હતાં.
ડ્રેગન કેપ્સૂલની વિશેષતા
ફરી ઉપયોગ કરી શકાયઃ ક્રૂ ડ્રેગનનો અનેકવાર ઉપયોગ કરી શકાય થે, જેને 15 મુશન સુધી ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની કિંમત ઓછી હોય છે.
- સ્વચાલિત ડૉકિંગઃ આ ISS સાથે આપમેળે જોડાઈ જાય છે, જેનાથી મિશન સુરક્ષિત અને સરળ હોય છે.
- સુપરડ્રેકો એન્જિનઃ તેમાં 8 સુપરડ્રેકો એન્જિન છે, જે ઈમરજન્સીની સ્થિતિમાં કેપ્સૂલને રોકેટથી અલગ કરી શકે છે. આ પેરાશૂટ સાથે સમુદ્રમાં ઉતરી જાય છે.
- સૌર પેનલઃ કેપ્સૂલના ટ્રંક ભાગના સૌર પેનલ લાગેલી છે, જે વીજળી બનાવે છે.
- ક્ષમતાઃ ક્રૂ ડ્રેગન 7 યાત્રીઓને લઈ જઈ શકાય છે, પરંતુ સામાન્ય રીતે 4 યાત્રીઓ સાથે ઉડે છે અને 6 હજાર કિલોગ્રામ સામાન લઈ જઈ શકાય છે.
- સુરક્ષાઃ તેમાં ઉન્નત કૂલિંગ સિસ્ટમ અને વિશેષ સ્પેસ સૂટ છે, જે ઓછા દબાણમાં યાત્રીઓને બચાવે છે.
- નિયંત્રણ પેનલઃ તેમાં ત્રણ ટચસ્ક્રીન ડિસ્પ્લેવાળી નિયંત્રણ પેનલ છે, જે અંતરિક્ષ યાત્રીને યાન ચલાવવામાં મદદ કરે છે.
- પરિમાણ: કેપ્સૂલલ 8.1 મીટર ઊંચાઈ અને 4 મીટર વ્યાસ ધરાવે છે.
શુભાંશુ શુક્લાનું મિશન
શુભાંશુ શુક્લા એક્સ-4 મિશનના પાયલોટ હશે. આ મિશન 8 જૂન, 2025ના દિવસે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ થશે. તે 14 દિવસ સુધી ISS પર રહેશે અને 7-9 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે, જેમાં કૃષિ, ખોરાક અને માનવ જીવવિજ્ઞાનનો સમાવેશ થાય છે. તેમની સાથે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન (કમાન્ડર), પોલેન્ડના સ્લાવોસ ઉઝનાન્સ્કી-વિશ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કપુ પણ હશે.
ISROના ચેરમેન ડૉ. વી. નારાયણનના જણાવ્યા અનુસાર, મિશનનો ખર્ચ લગભગ 550 કરોડ રૂપિયા છે. દરેક ક્રૂ ડ્રેગન સીટની કિંમત 55-88 મિલિયન ડૉલર (450-720 કરોડ રૂપિયા) છે. શુભાંશુએ નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાનીઝ સ્પેસ એજન્સી સાથે તાલીમ લીધી હતી. તેમણે સ્પેસએક્સ હેડક્વાર્ટરમાં સુટ ફિટિંગ અને પ્રેશર ટેસ્ટ કર્યા હતા.
તેઓ મગ અને મેથીના અંકુરણ જેવા ભારત-કેન્દ્રિત પ્રયોગો કરશે. તેઓ ભારતીય સાંસ્કૃતિક વસ્તુઓ લઈ જશે અને અવકાશમાં યોગ કરશે. આ મિશન ભારતના ગગનયાન મિશન માટે અનુભવ આપશે. શુભાંશુ ISS પર રહેનારા અને કામ કરનારા પ્રથમ ભારતીય બનશે.
આ પણ વાંચોઃ IPL Final 2025: પંજાબે ટોસ જીત્યો, આરસીબીની બેટિંગ, જુઓ પ્લેઈંગ 11












