સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, રાજ્યપાલે લોકભવન ખાતે લેવડાવ્યા શપથ

અજિત પવારના અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં જે ખાલી જગ્યા રહી છે તેને ભરવાનું કામ તેમના પત્ની અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુનેત્રા પવારને સોંપવામાં આવ્યું છે. તેમણે શનિવારે મહારાષ્ટ્ર લોકભવનમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવતા, સુનેત્રા પવાર હવે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારના જૂથ, NCP એ શુક્રવારે તેમને મહારાષ્ટ્રના આગામી નાયબ મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તેમણે ભારે હૃદયથી સ્વીકારી લીધો હતો.
સુનેત્રા માટે NCP વડા અને પતિ અજિત પવારના અવસાનનો શોક મનાવવો મુશ્કેલ હતો, સાથે સાથે પાર્ટીના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનું પણ મુશ્કેલ હતું. તેમણે શનિવારે રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપીને નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું. શપથ ગ્રહણ સમારોહ પહેલા, સુનેત્રાને NCP ધારાસભ્યો દ્વારા નેતા તરીકે ચૂંટવામાં આવી હતી. NCP ધારાસભ્યો ઉપરાંત, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
— ANI (@ANI) January 31, 2026












