ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઉનાળામાં AC જ નહીં, ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ

Summer Safety Tips: ઉનાળામાં જ્યારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય છે, ત્યારે ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર લોડ વધી જાય છે. મેન્ટેનન્સના અભાવ અને ઓવરહીટિંગના કારણે આ ઉપકરણોમાં બ્લાસ્ટ થવાનું જોખમ રહેલું છે. એસી સિવાય ઘરમાં રહેલી નીચેની 5 વસ્તુઓની સુરક્ષા બાબતે પણ એલર્ટ રહેવું જરૂરી છે:

1. રેફ્રિજરેટર (Fridge)

ઉનાળામાં ફ્રીજ સતત ચાલતું હોય છે. જો ફ્રીજની પાછળની કોઈલ્સ પર ધૂળ જામી હોય અથવા તેને દીવાલની એકદમ અડીને રાખવામાં આવ્યું હોય, તો ગરમ હવા બહાર નીકળી શકતી નથી. આનાથી કોમ્પ્રેસર પર દબાણ વધે છે અને શોર્ટ સર્કિટ કે બ્લાસ્ટનું જોખમ ઊભું થાય છે.

2. ઇન્વર્ટર અને બેટરી

વધુ પડતા પાવર કટને કારણે ઇન્વર્ટરની બેટરી સતત ચાર્જ-ડિસ્ચાર્જ થતી રહે છે. જો બેટરી જૂની હોય કે તેમાં લિકેજ હોય, તો તે અતિશય ગરમ થઈને ગંભીર અકસ્માત સર્જી શકે છે. બેટરીને હંમેશા હવાઉજસવાળી જગ્યાએ રાખવી હિતાવહ છે.

3. એક્સટેન્શન બોર્ડ અને ચાર્જર

એક જ બોર્ડમાં અનેક ડિવાઇસ એકસાથે લગાવવાથી ઓવરલોડિંગ થાય છે. ગરમીમાં વાયરો વહેલા ગરમ થઈ જતા હોવાથી તે પીગળી શકે છે અથવા સ્પાર્ક થઈ શકે છે. હંમેશા સારી ગુણવત્તાના ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ.

4. ગેસ સિલિન્ડર અને રસોડાના ઉપકરણો

રસોડાનું તાપમાન પહેલેથી જ વધારે હોય છે. જો ગેસ પાઇપ કે રેગ્યુલેટરમાં સામાન્ય લિકેજ હોય તો પણ ગેસ જમા થઈને બ્લાસ્ટ થઈ શકે છે. રસોડામાં પૂરતું વેન્ટિલેશન રાખવું અને પાઇપની નિયમિત તપાસ કરવી જરૂરી છે.

5. પાવર બેંક અને બેટરી ડિવાઇસ

પાવર બેંક કે મોબાઈલ બેટરી ગરમીમાં ઝડપથી ફૂલી જાય છે. જો તેને તડકામાં કે બંધ જગ્યાએ રાખવામાં આવે તો તે ફટવાની શક્યતા રહે છે. ખાસ કરીને લોકલ કે સસ્તી પાવર બેંક વાપરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચોઃ કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળનો વિરોધ, લિપુલેક્ના મુદ્દે ભારતને મોકલ્યો પત્ર 

આ પણ વાંચોઃ સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ: વર્ષ 2027માં પૃથ્વી પર થશે અંધકાર, જાણો આ દુર્લભ ઘટનાનો સમય અને મહત્વ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button