ટ્રેન્ડિંગમનોરંજન

ભૂલથી પણ પરિવાર સાથે ન જોતા આ ફિલ્મ, સેન્સર બોર્ડે કરી રિજેક્ટ પણ OTT પર મચાવે છે ધૂમ!

Banned Bollywood Movies on OTT: સિનેમાને સમાજનો અરીસો માનવામાં આવે છે, પરંતુ ક્યારેક આ અરીસો એટલો બોલ્ડ બની જાય છે કે, સેન્સર બોર્ડ તેને જાહેર જનતા સામે લાવતા ખચકાય છે. બોલિવૂડની એવી ઘણી ફિલ્મો છે જે ધાર્મિક કટ્ટરતા, જાતીય સંબંધો અને બોલ્ડ વિષયોને કારણે વર્ષો સુધી પ્રતિબંધિત રહી હતી. હવે OTT પ્લેટફોર્મ્સને કારણે આ ફિલ્મો કોઈપણ કટ વગર ઉપલબ્ધ છે. જોકે, આ ફિલ્મોનું કન્ટેન્ટ એટલું અસહજ કરી દે તેવું છે કે તેને પરિવાર સાથે જોવી જોખમી સાબિત થઈ શકે છે.

આ 6 ફિલ્મો પ્રાઈવેટમાં જોવી જ હિતાવહ છે:

1. અનફ્રીડમ (Unfreedom):

રાજ અમિત કુમારની આ ફિલ્મમાં સમલૈંગિક સંબંધો અને ધાર્મિક કટ્ટરતા વચ્ચેનો સંઘર્ષ બતાવાયો છે. અત્યંત બોલ્ડ સીન્સ અને હિંસાને કારણે ભારતમાં તેને બેન કરવામાં આવી હતી. હવે તે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

2. લિપસ્ટિક અંડર માય બુર્કા (Lipstick Under My Burkha):

મહિલાઓની દબાયેલી ઈચ્છાઓ પર આધારિત આ ફિલ્મને શરૂઆતમાં સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરાયો હતો. તેનું અનકટ વર્ઝન OTT પર ઉપલબ્ધ છે, જે પરિવાર સાથે જોવું અજીબ લાગી શકે છે.

3. ફાયર (Fire):

1996માં રિલીઝ થયેલી દીપા મહેતાની આ ફિલ્મમાં શબાના આઝમી અને નંદિતા દાસ વચ્ચેના સંબંધોએ દેશભરમાં હોબાળો મચાવ્યો હતો. આ બોલ્ડ ફિલ્મ અત્યારે વિવિધ OTT પર ઉપલબ્ધ છે.

4. વોટર (Water):

વિધવાઓની દુર્દશા અને શોષણ પર બનેલી આ ફિલ્મનો શૂટિંગ દરમિયાન ઘણો વિરોધ થયો હતો. તેની ડાર્ક થીમ બાળકો કે વડીલો સાથે જોવા માટે ઘણી કઠોર છે.

5. એંગ્રી ઈન્ડિયન ગોડેસેસ (Angry Indian Goddesses):

આ ફિલ્મમાં મહિલા મિત્રો વચ્ચેની વાતચીત, ગાળો અને બોલ્ડ થીમ એટલી વધારે છે કે સેન્સર બોર્ડે અનેક કટ લગાવ્યા હતા. OTT પર તેનું ઓરિજિનલ વર્ઝન ઉપલબ્ધ છે.

6. લોવ (Loev):

બે પુરુષો વચ્ચેના પ્રેમ અને સંઘર્ષની આ વાર્તા પરંપરાગત ફિલ્મો કરતા ઘણી અલગ અને બોલ્ડ છે. તેમાં બતાવવામાં આવેલા શારીરિક સંબંધો તેને માત્ર પુખ્ત વયના લોકો માટે યોગ્ય બનાવે છે.

આ પણ વાંચોઃ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના નામ પર ધંધો બંધ! દિલ્હી હાઈકોર્ટે નામ, ફોટો અને અવાજના દુરુપયોગ પર લગાવી રોક

આ પણ વાંચોઃ 8મો વેતન આયોગ: DA વધ્યા પછી પણ કેન્દ્રીય કર્મચારીઓ કન્ફ્યુઝ, 60% DAમાં પણ ડર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button