કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળનો વિરોધ, લિપુલેક્ના મુદ્દે ભારતને મોકલ્યો પત્ર

Kailash Mansarovar Yatra: નેપાળની બાલેન સરકારે ભારત અને ચીનને એક કૂટનીતિક પત્ર એટલે કે ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ મોકલી છે. આ મામલો લિપુલેક્ના પાસ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાના સંચાલન સાથે જોડાયેલો છે, જેનો નેપાળે વાંધો ઉઠાવ્યો છે. નેપાળનું કહેવું છે કે આ વિસ્તાર તેની જમીનનો ભાગ છે અને અહીં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.
નેપાળના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે ભારત અને ચીન બંનેને સત્તાવાર રીતે પત્ર મોકલીને આ યોજનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષત્રીએ જણાવ્યું કે નેપાળ સરકારે પોતાનું વલણ સ્પષ્ટ રીતે બંને દેશોને જણાવી દીધું છે.
આ ઉપરાંત નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ ફોન પર જણાવ્યું કે આ મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. એટલે કે આ નિર્ણય માત્ર વિદેશ મંત્રાલયનો નહીં, પરંતુ સંપૂર્ણ રાજકીય સહમતિ બાદ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ફિલિપાઇન્સમાં મેયોન જ્વાળામુખી ફાટ્યો, 6 કિમી સુધીનો વિસ્તાર સીલ, હજારો લોકો ઘર છોડીને ભાગ્યા












