નેશનલ

અમૃતપાલ સિંહને ડામવાની શરૂઆત અમિત શાહ અને ભગવત માનની બેઠકથી જ થઈ હતી, જાણો શું હતી યોજના

અમૃતપાલ સિંહનો મુદ્દો સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. પંજાબની સુરક્ષા વ્યવસ્થાને પડકારનાર વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલ સિંહને ઘેરવાની તૈયારીઓ 2 માર્ચે દિલ્હીમાં પંજાબના CM ભગવંત માન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક પછી જ શરૂ થઈ હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ. બેઠક બાદ ભગવંત માને કહ્યું હતું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરશે. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી શકે છે.

પોલીસે કાર્યવાહી કરવા 22 દિવસ લીધા

પોલીસે સંપૂર્ણ પ્લાન બનાવીને અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અમૃતપાલ અને તેના સમર્થકો દ્વારા 23 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાની ઘટના બાદથી મોટી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી. વિરોધ પક્ષો સતત માન સરકાર પર નિશાન સાધતા હતા. પંજાબ સરકારે અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં 22 દિવસનો સમય લીધો હતો. આ દરમિયાન તેની દરેક ગતિવિધિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી હતી.

આ પણ વાંચો : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર હુમલાનું એલર્ટ જાહેર

ભિંડરાનવાલાની સાથે સરખામણી

23 ફેબ્રુઆરીની ઘટના બાદથી અમૃતપાલ સિંહ પંજાબમાં ફરી ફરીને ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યો હતો. તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. ભારતમાં શીખોને ગુલામ ગણાવતા તેઓએ અલગ દેશની માંગણી પણ કરી હતી. તેની વેશભૂષા અને ભાષણો જોઈને તેની સરખામણી જરનૈલ સિંહ ભિંડરાવાલે સાથે કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહે ગૃહમંત્રી અમિત શાહને આપી ધમકી, કહ્યું- ઈન્દિરા સાથે જે થયું તે..

અમૃતપાલ સિંહ પર કાર્યવાહી કરવા એસએસપી સતિન્દર સિંહ, એસએસપી સ્વર્ણદીપ સિંહ અને એસએસપી જે ઈલેનચેલિયનને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં એસએસપી સતિન્દર સિંહે અમૃતપાલ સિંહ સાથે ફરતા લોકોના હથિયારોના લાયસન્સ રદ કર્યા હતા. વારિસ પંજાબના Twitter હેન્ડલર ગુરવિંદર સિંહને UK જવા દીધો નહી, તેને કાયદાકીય કેસમાં ફસાવવામાં આવ્યો.

કાર્યવાહી માટે દોઆબા વિસ્તાર પસંદ કરાયો

DGP ગૌરવ યાદવે અધિકારીઓને સૂચના આપી હતી કે માલવા જતા પહેલા અમૃતપાલ સિંહ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવામાં આવે. માલવામાં અમૃતપાલ સિંહ સાથે મોટી સંખ્યામાં શીખો જોડાયેલા છે, તેથી દોઆબાનો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો. અમૃતપાલ સિંહ શનિવારે 4 વાગે ભદોર શહેરના બૈસાખી વાલા ગુરુઘરમાં ધાર્મિક સમારોહમાં પકડવાનો હતો. મોગામાં અમૃતપાલ સિંહના ગામ જલ્લુખેડા પાસે એક ટીમ તૈનાત કરવામાં આવી હતી અને ગામને સીલ કરવામાં આવ્યું હતું. મહિતપુર ખાતે બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. સવારે પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ અધિકારીઓએ પોલીસ લાઈનમાં બેસીને સમગ્ર રૂટ તૈયાર કર્યો હતો. અડધી ફોર્સ નેશનલ હાઈવે પર તૈનાત કરવામાં આવી હતી અને બાકીની ટુકડીઓમાં વિભાજિત કરીને નકોદર-શાહકોટ રોડ પર મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ખાલિસ્તાન સમર્થનમાં વીડિયો પ્રસારિત કરતી 8 યુટ્યુબ ચેનલો બ્લોક કરતી સરકાર

અમૃતપાલના સમર્થકોને જલંધર CIA લાવવામાં આવ્યા

પોલીસ અમૃતપાલના સમર્થકોને વાહનો દ્વારા જલંધર CIA લાવી છે. અહીં તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે વાહનોના કાચ ઢાંકી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલના જે સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે તેમને જલંધર લાવવામાં આવ્યા છે.

Back to top button