નેશનલ

ખાલિસ્તાન સમર્થનમાં વીડિયો પ્રસારિત કરતી 8 યુટ્યુબ ચેનલો બ્લોક કરતી સરકાર

Text To Speech

પંજાબમાં છેલ્લા ઘણા સમયથી દેખાવો કરી રહેલા અને હિંસા ફેલાવી રહેલા ખાલિસ્તાનના સમર્થકોના સમર્થનમાં વીડિયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલોને સરકારના આદેશ પર કથિત રીતે બ્લોક કરી દેવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.

સરહદી રાજ્યમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ

માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસમાં વિદેશથી કાર્યરત આઠ યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી છે. તેમણે ધ્યાન દોર્યું કે પંજાબી ભાષામાં કન્ટેન્ટ ધરાવતી ચેનલો સરહદી રાજ્યમાં તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે રાજ્યની શાંતિ ડોહલાઈ રહી છે.

અમૃતપાલ સિંહના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો

સરકાર દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કટ્ટરપંથી ઉપદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સમર્થકોએ તાજેતરમાં જ અજનલામાં તેમના એક સહયોગીની મુક્તિની માગણી સાથે તલવારો અને બંદૂકો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. તે સમયે આ કાર્યવાહીને મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

Back to top button