ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં પુરુષોમાં વધ્યું બ્રેસ્ટ કેન્સરનું જોખમ, સિવિલમાં 6 વર્ષમાં 100થી વધુ કેસ નોંધાયા

Gujarat News : સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓનો જ રોગ મનાય છે, પરંતુ આ ભ્રમ હવે ભાંગી રહ્યો છે. આશ્વર્યની વાત છે કે, પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. મેડિકલ સાયન્સ મુજબ, આ કેન્સર દુર્લભ છે પણ શરીરમાં બ્રેસ્ટ ટિશ્યુઝ હોવાથી કેન્સરના કોષ અનિયંત્રિત રીતે વધવાની સંભાવના રહે છે. આપણી ખરાબ જીવનશૈલી આ જોખમને અનેકગણું વધારે છે. જેના માટે દારૂ અને મેદસ્વીપણું મુખ્યત્વે જવાબદાર છે.

સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, ચાંદી જેવા લક્ષણો

તાજેતરમાં અમદાવાદના 45 વર્ષીય એક વેપારીની છાતીના ભાગમાં અચાનક સખત ગાંઠ દેખાઈ હતી. જેમાં કોઈ પીડા થતી ન હતી. પ્રાથમિક તબક્કે તેને સામાન્ય સોજો ગણીને નજરઅંદાજ કરાયા બાદ, તબીબી તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સરનું પહેલો તબક્કાનું નિદાન થયું હતું. અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે છેલ્લા 6 વર્ષમાં જ પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વધુ પ્રમાણમાં દારૂનું સેવન મોટું કારણ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવા પાછળ વધુ પ્રમાણમાં દારૂનું સેવન એક મોટું કારણ છે. આલ્કોહોલને કારણે લિવર નબળું પડે છે, જેથી શરીરમાં ‘એસ્ટ્રોજન’નું પ્રમાણ વધે છે. આ ઉપરાંત સ્થૂળતા, આનુવંશિક કારણો, વધતી ઉંમરથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહે છે. તબીબોના મતે પુરુષોમાં સ્તનના કોષો ઓછા પ્રમાણમાં હોવાથી કેન્સર શરીરના અન્ય ભાગમાં ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે. જેના કારણે છાતીના ભાગમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 7920 કેસ નોંધાયા

પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સરના 6 વર્ષમાં કુલ 7920 કેસ નોંધાયા છે. જેમાં 53.18 ટકા 50થી વધુ, 30.52 ટકા કેસ 40થી 50ની વયજૂથમાં હોય છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ માટે મોટા સમાચાર! હવે રવિવારે પણ મળશે આધાર કાર્ડની સેવા

Back to top button