ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 873 પોઇન્ટ ગગડયો; રોકાણકારો ટેન્શનમાં

નવી દિલ્હી, 20 મે, 2025: વૈશ્વિક સ્તરે ફુગાવાની ભીતિ વચ્ચે આજે શેરબજાર બપોર બાદ ગગડ્યું હતું. આજે, 20 મેના રોજ, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, સવારે ફ્લેટ ખૂલ્યા બાદ બપોરે સેન્સેક્સ 873 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ થયો. નિફ્ટી 262 પોઈન્ટ ઘટીને 24,684ના સ્તરે પહોંચ્યો. રોકાણકારોને અંદાજે 3 લાખ કરોડનું નુકસાન થયું છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો થયો અને 3 શેરોમાં વધારો થયો. ઝોમેટોના શેરમાં 4.10%નો ઘટાડો થયો. મારુતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સહિત કુલ 14 શેરના ભાવમાં 2.8% સુધીનો ઘટાડો થયો. ટાટા સ્ટીલમાં થોડો વધારો જોવા મળ્યો.

નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર ઘટીને બંધ થયા. ઓટો, મીડિયા અને રિયલ્ટીમાં લગભગ 2%નો ઘટાડો થયો છે. NSEના ઓટો સેક્ટરમાં 2.17%, હેલ્થકેર 1.41%, રિયલ્ટી 1.11%, મીડિયા અને ફાર્મામાં 1.36%નો ઘટાડો થયો.એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી લગભગ 200 પોઈન્ટ (0.5%) વધીને 37,700 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે કોરિયાનો કોસ્પી લગભગ 10 પોઈન્ટ (0.3%) વધીને 2,610 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ પણ વાંચોઃ ભારતીય નૌકાદળ પરંપરાગત રીતે બનેલા ‘પ્રાચીન સ્ટીચ્ડ જહાજો’ ને સામેલ કરશે

Back to top button