43 મેચમાં 162 વિકેટ! શ્રીલંકામાં બુમરાહનું સ્થાન લેનાર બોલર કોણ?
Jaspreet Bumrah: ટીમ ઈન્ડિયાને શ્રીલંકા પ્રવાસ પહેલા મોટો આંચકો લાગી શકે છે. વિશ્વના નંબર-1 ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ડાબા ઘૂંટણમાં દુખાવાના કારણે 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચોની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સ તેમના વિકલ્પ (રિપ્લેસમેન્ટ) તરીકે 29 વર્ષીય ફાસ્ટ બોલર આકિબ નબી ડારના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા આકિબને પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી શકે છે.
બુમરાહને ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના પછી સોજો વધી ગયો હતો. તે હાલમાં બેંગલુરુ સ્થિત બીસીસીઆઈ (BCCI) સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, મેડિકલ ટીમ સંપૂર્ણ રીતે ફિટ ન થાય ત્યાં સુધી તેમને મેદાન પર પાછા લાવવાનું જોખમ લેવા માંગતી નથી, તેથી શ્રીલંકા પ્રવાસમાંથી બહાર રહેવાની શક્યતા ખૂબ વધી ગઈ છે.
આકિબ નબી સૌથી મોટા દાવેદાર
અહેવાલો અનુસાર, જો બુમરાહ ઉપલબ્ધ નહીં થાય તો જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સના આ પેસરે છેલ્લા બે રણજી સઝનમાં વિકેટોની ઝડી લગાવી દીધી છે અને 2025-26 રણજી ટ્રોફીમાં 60 વિકેટ લઈને જમ્મુ-કાશ્મીરને પહેલું રણજી ટાઇટલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલમાં જ શ્રીલંકા એ સામે ઈન્ડિયા એ માટે પણ તેમણે બે અનઓફિશિયલ ટેસ્ટમાં છ વિકેટ ઝડપીને પોતાની દાવેદારી વધુ મજબૂત કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
4 ઓગસ્ટે શ્રીલંકા રવાના થશે ટીમ
ભારતની ટેસ્ટ ટીમ 4 ઓગસ્ટે શ્રીલંકા રવાના થશે. 7 થી 9 ઓગસ્ટ સુધી કોલંબોમાં અભ્યાસ મેચ રમાયા બાદ પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટથી ગૉલ ખાતે અને બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોના SSC મેદાન પર રમાશે.
આકિબ નબીના ફર્સ્ટ ક્લાસ કરિયરના આંકડા
મેચ: 43
વિકેટ: 162
સરેરાશ (Average): 18.63
ઇકોનોમી: 2.90
બેસ્ટ ઇનિંગ્સ: 7/24
બેસ્ટ મેચ: 12/110
5 વિકેટ હોલ (ઈનિંગ્સમાં): 16
10 વિકેટ હોલ (મેચમાં): 4
છેલ્લા બે રણજી ટ્રોફી સીઝન
2024-25: 8 મેચ, 44 વિકેટ, બેસ્ટ 6/53, 6 વાર પાંચ વિકેટ
2025-26: 10 મેચ, 60 વિકેટ, બેસ્ટ 7/24, 7 વાર પાંચ વિકેટ
આ પણ વાંચો:ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો, કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખૂલે












