IPLટ્રેન્ડિંગ

IPL 2026: IPL ઈતિહાસની પહેલી બોલ રમનાર ભારતીય પૂર્વ કેપ્ટન હતા

Indian Premier League: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝન આજ (28 માર્ચ 2026)થી શરૂ થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 2008માં વાવેલા બીજનો વિકાસ ઝડપથી થયો છે. ક્રિકેટના ચાહકો દર વર્ષે આ લીગની રાહ જુએ છે. તેમાં રન અને મનોરંજનનો ભંડાર છે. પરંતુ શું તમને યાદ છે કે કયા IPLના ઈતિહાસનો પહેલો બોલ ફેંક્યો હતો અને કોણે પહેલી વિકેટ ઝડપી હતી? બહુ ઓછા લોકોને યાદ હશે, પરંતુ આજ તમને પહેલો બોલ ફેંકનાર પહેલો બોલ રમનાર બેટર અને પહેલી વિકેટ ઝડપનાર બોલરના નામ જણાવીશું.

IPL ઈતિહાસની પહેલી મેચનો સ્કોરકાર્ડ જોવા ફોટો પર ક્લિક કરો

IPL First Match History

પૂર્વ ભારતીય કેપ્ટને રમ્યો હતો પહેલો બોલ

IPLની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 18 એપ્રિલે રમાયેલી મેચમાં RCBના કેપ્ટન રાહુલ દ્રવિડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ખોટો સાબિત થયો, કારણ કે કોલકાતાએ પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. મેચની પહેલી ઓવર પ્રવીણ કુમારે ફેંકી હતી. આ લીગનો પહેલો બોલ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ફેંક્યો હતો. ગાંગુલીએ જ લીગનો પહેલો બોલ રમ્યો હતો. બોલ તેના પેડ પર વાગ્યો, જેના કારણે લેગ બાય થયો. ગાંગુલી 12 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.

આ બોલરે ઝડપી હતી પ્રથમ વિકેટ

IPLમાં પોતાનો પહેલો બોલ રમનાર ગાંગુલીની પહેલી વિકેટ તરીકે આઉટ થયા હતા અને તેની વિકેટ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન દ્વારા લેવામાં આવી હતી. ઝહીરે છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ગાંગુલીને જેક્સ કાલિસના હાથે કેચ કરાવ્યો હતો. આનો અર્થ એ થયો કે ઝહીર પાસે પહેલી વિકેટ ઝડપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બ્રેન્ડન મેકકુલમની વિસ્ફોટક ઇનિંગ

આ મેચ બ્રેન્ડન મેકકુલમની વિસ્ફોટક ઇનિંગ માટે પણ યાદ કરવામાં આવે છે. મેક્કુલમે આ મેચમાં તેની પહેલી આઈપીએલ સદી પણ ફટકારી. મેકકુલમે આ મેચમાં અણનમ 158 રન બનાવ્યા, જેમાં 73 બોલમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગે કોલકાતાને જંગી સ્કોર બનાવવામાં મદદ કરી હતી, જો કે RCB માત્ર 82 રન જ બનાવી શકી હતી. કોલકાતાએ 140 રનના માર્જિનથી મેચ જીતી હતી.

આ પણ વાંચો: 2008થી 2025 સુધીની IPL વિજેતા ટીમોની યાદી

Back to top button