IPL 2026: 10 ટીમ, 74 મેચ.., સમય અને ફોર્મેટથી લઈને નવા નિયમો સુધી જાણો સંપૂર્ણ વિગત

IPL 2026 FAQs: ક્રિકેટ ફેન્સની આતુરતાનો આજે અંત થવાનો છે, આજ (28 માર્ચ 2026)થી ક્રિકેટના મહાસંગ્રામ IPL 2026નો પ્રારંભ થવાનો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેના હોમ ગ્રાઉન્ડ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે પ્રથમ મેચ રમશે. IPL 2026ની ફાઇનલ 31 મેના રોજ રમાશે. આ વર્ષે ફેન્સ 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ જોશે. જોકે, પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
નવા સ્થળો અને હોમ ગ્રાઉન્ડ્સ
આ સિઝનમાં, કેટલીક ટીમો બે હોમ ગ્રાઉન્ડનો ઉપયોગ કરશે. RCB તેની બે હોમ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમશે. પંજાબ કિંગ્સ (PBKS) નવા ચંદીગઢમાં ચાર અને ધર્મશાળામાં ત્રણ મેચ રમશે. રાજસ્થાન રોયલ્સ (RR) પણ જયપુરમાં ચાર અને ગુવાહાટીમાં ત્રણ મેચ રમશે.
Good Morning, folks ☀️
It's #TATAIPL day 🥳 pic.twitter.com/DlOED5XZyI
— IndianPremierLeague (@IPL) March 28, 2026
મેચનો સમય અને ફોર્મેટ
ટુર્નામેન્ટમાં 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR), રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS)નો સમાવેશ થાય છે. ગ્રુપ Bમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI), સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), ગુજરાત ટાઇટન્સ (GT), દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સમાવેશ થાય છે. ટીમો પોતપોતાની ગ્રુપ ટીમો સાથે એક વખત અને અન્ય ગ્રુપ ટીમો સાથે બે વાર રમશે. મેચના સમયની વાત કરીએ તો, બપોરની મેચો 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજની મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

ઓક્શન બાદ ટીમમાં ફેરફાર થયા
આ વર્ષે, ઓક્શન પહેલા ઘણા મોટી ડીલ થઈ હતી. સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સથી ચેન્નાઈ સુપર કિંગ્સમાં, રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં વેચવામાં આવ્યો હતો. જોકે, કરન ગ્રોઈન ઈન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર છે. અન્ય ડીલની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદથી લખનઉ સુપર જાયન્ટ્સમાં મોહમ્મદ શમી, રાજસ્થાનથી દિલ્હી કેપિટલ્સમાં નીતીશ રાણા, કોલકાતાથી મુંબઈ ઈન્ડિયન્સમાં મયંક માર્કંડે અને મુંબઈથી લખનઉમાં અર્જુન તેંડુલકરનો સમાવેશ થાય છે.
00:00 ⏳
Let the festival of cricket begin 🤩#TATAIPL pic.twitter.com/2M1xrYCVnu
— IndianPremierLeague (@IPL) March 27, 2026
ઓક્શનની ખાસિયતો
ઓક્શનમાં સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીન હતો, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹25.2 કરોડમાં ખરીદ્યો હતો. KKRએ મથીશા પથિરાનાને ₹18 કરોડમાં પણ કરારબદ્ધ કર્યો. ગયા સિઝનમાં KKRમાં ₹23.75 કરોડમાં ગયેલા વેંકટેશ ઐયર RCBમાં ફક્ત ₹7 કરોડમાં ગયા હતા. આ દરમિયાન, અનકેપ્ડ ભારતીય ખેલાડીઓએ નોંધપાત્ર બોલી લગાવી. 20 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીર અને 19 વર્ષીય વિકેટકીપર-બેટર કાર્તિક શર્માને CSK દ્વારા ₹14.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી પણ ₹84 કરોડમાં દિલ્હી દ્વારા ખરીદાયો હતો.
ઈજાઓએ વધારી ટીમોની ચિંતા
ઘણા મુખ્ય ખેલાડીઓ ઇજા અથવા અન્ય કારણોસર ઉપલબ્ધ નથી. KKRના હર્ષિત રાણા અને આકાશ દીપ સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર છે. પથિરાના એપ્રિલના મધ્યથી ઉપલબ્ધ રહેશે. SRH કેપ્ટન પેટ કમિન્સ પહેલા હાફમાં રમશે નહીં, ઇશાન કિશન તેની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. RCBના જોશ હેઝલવુડ શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. પંજાબ કિંગ્સના લોકી ફર્ગ્યુસન પણ શરૂઆતની કેટલીક મેચો ગુમાવશે. દિલ્હીના બેન ડકેટે પણ ઇંગ્લેન્ડની કારકિર્દીને પ્રાથમિકતા આપવાને કારણે ઓક્શનમાં ભાગ લીધો નથી અને બે વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
અનેક મોટા નામો આ સિઝનમાં ગાયબ
ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ અને મોઈન અલી જેવા મોટા ખેલાડીઓએ આ સીઝનની ઓક્શનમાં ભાગ લીધો ન હતો અને પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યા છે. આન્દ્રે રસેલ પણ IPLમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને હવે KKRમાં પાવર કોચના રુપમાં જોડાઈ રહ્યા છે. તેથી, આ સ્ટાર ખેલાડીઓ આ સિઝનમાં મેદાન પર જોવા મળશે નહીં.
સપોર્ટ સ્ટાફમાં ફેરફાર
ઘણી ટીમોએ કોચિંગ સ્ટાફ પણ બદલ્યો છે. કુમાર સંગાકારા રાજસ્થાન રોયલ્સમાં મુખ્ય કોચ અને ક્રિકેટ ડિરેક્ટર બન્યા છે. અભિષેક નાયર KKRમાં મુખ્ય કોચ બન્યા છે, જ્યારે શેન વોટસન સહાયક કોચ બન્યા છે અને ટિમ સાઉથી બોલિંગ કોચ બન્યા છે.
આ પણ વાંચો : IPL 2026ની આજથી ધમાકેદાર શરુઆત, શું વરસાદ મજા બગાડશે?
આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે
ચેન્નાઈ સુપર કિંગ્સમાં સંજુ સેમસનના આગમન પછી પણ, ધોનીના ભવિષ્ય વિશે સૌથી મોટો સવાલ રહે છે. શું આ તેની છેલ્લી સીઝન હશે? આ જૂનો સવાલ ફરી સમાચારમાં છે, પરંતુ તેનો જવાબ ફક્ત ધોની જ આપી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
BCCIએ આ નવા નિયમો બનાવ્યા
- કોઈપણ IPL ટીમને તેની મેચના દિવસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- કોઈપણ ટીમને બે કરતા વધુ પ્રેક્ટિસ મેચ રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- કોઈપણ ટીમ પ્રેક્ટિસ નેટ શેર કરશે નહીં. દરેક ટીમને પ્રેક્ટિસ માટે નવી નેટ મળશે.
- કોઈપણ ટીમ જ્યાં તે પોતાની પહેલી મેચ રમે છે તેને ચાર દિવસ પહેલા પીચ પર ટ્રેનિંગ કે પ્રેક્ટિસ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- પરિવાર અને મિત્રોને ખેલાડીઓ સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- BCCIએ IPL 2026 દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મેદાન પર LEB બોર્ડ પાસે બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો : 2008થી 2025 સુધીની IPL વિજેતા ટીમોની યાદી













