ગુજરાતટ્રેન્ડિંગ

PI મંજૂરી વિના સીક લીવ પર ઉતર્યા, SPએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના PIને ફરજ પરથી એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં વિગતો એવી છે કે, PIએ મંજૂરી લીધા વિના જ સીક લીવ પર જતાં રહ્યા હતા જેથી પોલીસ વડાએ તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી. પટેલ ફરજ પરથી મનસ્વી રીતે જ રજા પર ઉતર્યા હતાં. તેમણે પોતાના ભત્રીજાના લગ્ન માટે રજા માંગી હતી. પૂરતી રજાઓ મંજૂર નહીં થતાં તેઓ મંજૂરી વિના જ સીક લીવ પર ઉતરી ગયા હતાં. જેના કારણે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા તેમની સામે એક્શન લેવામાં આવ્યા હતાં.

જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પ્રભાસ પાટણના પીઆઈ એમ.વી. પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીને કારણે સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ કાર્યવાહીને કારણે અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં પણ રજા માંગવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Back to top button