ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી
Son Of Sardaar2:ડબલ મસ્તી સાથે પાછો ફર્યો જસ્સી,ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ, 11 જુલાઈ 2025: અજય દેવગનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો છેલ્લા 13 વર્ષથી ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ‘સન ઓફ સરદાર’ની સિક્વલ છે. ટ્રેલર એક્શન અને ઇમોશનથી ભરપૂર છે. અજય દેવગન તેમાં એક નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. ‘સન ઓફ સરદાર 2’ના ટ્રેલર પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વિજય કુમાર અરોરા દિગ્દર્શિત ‘સન ઓફ સરદાર 2’નું શાનદાર ટ્રેલર જુલાઈમાં રિલીઝ થયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ 2 મિનિટ 59 સેકન્ડના ટ્રેલરમાં તે બધું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેલર રિલીઝ થયા પછી, લોકો ફિલ્મને બ્લોકબસ્ટર કહી રહ્યા છે.
આ પણ વાંધો : PGVCL: રિપેરિંગ થઈ રહ્યું હતું ત્યારે જ વીજપ્રવાહ ચાલુ થઈ ગયો, બે કર્મચારીના જીવ ગયા












