સન ઑફ સરદાર 2, ધડક 2 અને કિંગડમની ટક્કર, જાણો કમાણીમાં કોણે મારી બાજી

- વિજય કુમાર અરોરા દિગ્દર્શિત son of sardaar 2 એ પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ કર્યું હતું. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
HD ન્યુઝ ડેસ્કઃ શુક્રવારે બોક્સ ઓફિસ પર ત્રણ મોટી ફિલ્મો વચ્ચે ટક્કર થઈ હતી. 1 ઓગસ્ટના રોજ અજય દેવગનની એક્શન કોમેડી son of sardaar 2 અને સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની રોમેન્ટિક ડ્રામા Dhadak 2 રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે વિજય દેવેરાકોંડાની તેલુગુ ફિલ્મ Kingdom પણ સારું પ્રદર્શન કરી રહી છે.
son of sardaar 2 એ બાજી મારી
વિજય કુમાર અરોરા દિગ્દર્શિત son of sardaar 2 એ પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ કર્યું હતું. સૈકનિકના અહેવાલ મુજબ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે હિન્દી ભાષી વિસ્તારોમાં સરેરાશ 22.56% ઓક્યુપન્સી નોંધાવી હતી. અજય દેવગન અને મૃણાલ ઠાકુર અભિનીત આ ફિલ્મે ધર્મા પ્રોડક્શનની Dhadak 2 કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.
ધડક 2 ની પહેલી કમાણી
Dhadak 2 એ રિલીઝના પહેલા દિવસે 3.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મની શરૂઆત ધીમી રહી હતી, જોકે તેની શરૂઆત સરેરાશ રહી હતી.
કિંગડમની ટક્કર
31 જુલાઈના રોજ રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘કિંગડમ’ એ પહેલા દિવસે 18 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસે તેનો ગ્રાફ થોડો નીચે ગયો અને તે ફક્ત 7.50 કરોડ રૂપિયા જ કલેક્શન કરી શકી હતી. બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મમાં વિજય દેવરાકોંડાની સાથે રુક્મિણી વસંત, ભાગ્યશ્રી બોરસે અને સત્યદેવ કંચારાણા મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકીઃ મહિલાઓ અંગેના નિવેદનનો વિવાદ!












